Friday June 20, 2025

એનએફએસએ રેશનકાર્ડ ધારકો માટે KYC ફરજિયાત

કુંજન રાડિયા, જામ ખંભાળિયા

      કેન્દ્ર સરકારની સૂચના અનુસાર તમામ કલ્યાણકારી યોજનાઓમાં ડીબીટીનો લાભ મેળવવા માટે રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું ફરજિયાત ઇ-કેવાયસી કરવાનું થાય છે જે નીચે મુજબ કરાવી શકાય છે:

My Ration મોબાઈલ એપ્લિકેશન દ્વારા લાભાર્થી ઘરે બેઠા ફેસ ઑથેન્ટિકેશન મારફત, ગ્રામ પંચાયત ખાતે ઈ ગ્રામ સેન્ટર મારફત, સરકારી અધિકારી કે કર્મચારી, વીસીઈ, આચાર્ય, શિક્ષકો, આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર, પોસ્ટ માસ્ટર તથા સરકાર માન્યા વાજબી ભાવની દુકાનોના સંચાલકો દ્વારા પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લિકેશન મારફત, તાલુકાની મામલતદાર કચેરીએ પુરવઠા શાખા મારફત ઈ કેવાયસી કરાવી શકાશે.

     આગામી તારીખ 1 મે થી એનએફએસએ (NFSA) હેઠળ સબસિડીવાળું અનાજ બંધ થવા બાબતે પ્રશ્નો ઉપસ્થિત થાય તે માટે દરેક એનએફએસએ રેશનકાર્ડમાં સમાવિષ્ટ તમામ સભ્યોનું ઇ કેવાયસી કરાવવું ફરજિયાત છે. જેથી બાકી રહેલ તમામ એનએફએસએ રેશનકાર્ડ ધારકોએ તા. 30 એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં ફરજિયાતપણે ઈ-કેવાયસી કરાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.

____________________________________________________________________________

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવ્યાંગ લગ્ન સહાય અને સંત સૂરદાસ યોજના અંગે યાદી

         ગુજરાત રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના અમલી છે. દિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે તો દંપતીને કુલ રૂા. દોઢ લાખ અને દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિ લગ્ન કરે તો દિવ્યાંગ વ્યક્તિને રૂા. 75,000 સહાય મળવાપાત્ર છે. તેમજ સંત સૂરદાસ યોજનામાં 60 ટકા કે તેથી વધુ ટકાવારી વાળા દિવ્યાંગ વ્યક્તિઓને પ્રતિ માસ રૂા. 1000 સહાય મળવાપાત્ર છે.

      ઉપરોક્ત બંને યોજનાનો લાભ મેળવવા https://esamajkalyangujarat.gov.in વેબસાઈટ (ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ) પર ઓનલાઈન અરજી કરવી. આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, રૂમ નં. એજી/3 , ગ્રાઉન્ડ ફલોર, જિલ્લા સેવા સદન, ખંભાળિયા (જિ.દેવભૂમિ દ્વારકા), ફોન નં. 02833- 299433 પર સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top