Headlines

ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરાયું

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૬

      રાજ્યના વિશાળ દરિયાકિનારા તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેનો હેતુ દરિયાઈ તેમ જ તેને સ્પર્શતા જમીન વિસ્તારમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવાનો તેમજ દરિયાકિનારાના વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આ સંજોગોમાં દરિયાકિનારાના ગામોમાં રહેતા લોકો પણ દરિયાકાંઠાની સુરક્ષાથી માહિતગાર હોવા જરૂરી છે.

      આ બાબત ધ્યાને લઇ, એ.ટી.એસ.ના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પી.એલ. માલ તથા હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડી.વાય.એસ.પી. અને ઓખા મરીન સેકટર લીડર કે.પી. પારેખ અને પી.એસ.આઈ. આર.કે. જાડેજા દ્વારા બેટ દ્વારકા, મીઠાપુર ચોપાટી, શિવરાજપુર, રૂપેણ બંદર, ગોમતી ઘાટ, ઓખામઢી દરિયાકાંઠા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *