Headlines

ઓખા વિસ્તારમાં બે દાયકાથી માન્ય ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો શખ્સ ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૬

     ઓખા મંડળના આરંભડા તાબે ના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા લલિતકુમાર ગોરધનભાઈ જીવરાજભાઈ રાબડીયા નામના 49 વર્ષના શખ્સ દ્વારા તબીબી પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર લોકોની તબીબી સારવાર કરતો હોવાની બાતમી એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી અને હરદાસભાઈ મોવરને મળતા આ અંગે ઓખાના ભુંગા વિસ્તારમાં પ્રજાપતિ સમાજની વાડીની પાસે પોતાની માલિકીની દુકાનમાં આરોપી લલિતકુમાર રાબડીયાના દવાખાને ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.

       આ સ્થળેથી પોલીસને વિવિધ પ્રકારની દવાઓ, સારવારના સાધનો વિગેરે મળી આવ્યા હતા. આમ. એસ.ઓ.જી. પોલીસે માન્ય ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરતા આ તબીબને ઝડપી લઇ, તેની સામે મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

       આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ કરવામાં આવી હતી. 

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *