Headlines

કલ્યાણપુરના ગઢકા ગામેથી જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા : રૂ. 123,600 નો મુદ્દામાલ કબજે

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૧-૨૦૨૬

       કલ્યાણપુરથી આશરે 20 કિલોમીટર દૂર ગઢકા ગામ નજીકના વાડી વિસ્તારમાંથી એલસીબી પોલીસે ગત સાંજે જાહેરમાં જુગાર રમી રહેલા ભરત જગાભાઈ ગોજીયા, હરદાસ કાનાભાઈ ગોજીયા, હેમરાજ ભીખા ડાભી અને અરજણ રાજશી સુવા નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા.

         પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 33,600 રોકડા તથા રૂ. 10,000 ની કિંમતના બે મોબાઈલ ફોન તેમજ રૂ. 80,000 હજારની કિંમતની ત્રણ મોટરસાયકલ મળી, કુલ રૂ. 123,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

       આ દરોડા દરમિયાન જગદીશ ઉર્ફે કનીયો લોહાણા, ગોવા કારા કરંગીયા અને અન્ય એક શખ્સ સહિત ત્રણ શખ્સો નાસી છૂટ્યા હોવાનું જાહેર થયું છે. જે અંગે કલ્યાણપુર પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

_____________________________________________________________________________

સલાયા, દ્વારકામાં ચાર માછીમારો સામે કાર્યવાહી

     ખંભાળિયા તાલુકાના સલાયા નજીક આવેલા કાળુભાર ટાપુ નજીકના દરિયામાં માછીમારી કરવા ગયેલા વાડીનાર ગામના અસગર કાસમ સંઘાર અને આ જ ગામના હાફિઝ અકબર સંઘાર નામના બે શખ્સોને પોતાની ફિશિંગ બોટમાં માછીમારી દરમિયાન હોકાયંત્ર અને એનરોઈડ બેરોમીટરની વ્યવસ્થા નહીં રાખવા સબબ સલાયા મરીન પોલીસ મથકમાં ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

       દ્વારકા પોલીસની કાર્યવાહીમાં રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા ઈસુફ ગફુર પટેલિયા અને અકબર સુલેમાન સમા નામના બે માછીમારોએ લાયસન્સ વગર તેમજ ફિશિંગ વિભાગમાંથી ટોકન લીધા વગર દરિયામાં માછીમારી કરતાં ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *