– એલસીબી પોલીસે રૂ. 1.24 લાખનો મુદ્દામાલ કબજે લીધો –
જામ ખંભાળિયા, તા. ૧૭-૦૧-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. મશરીભાઈ ભરવાડીયા, જેસલસિંહ જાડેજા અને પ્રવીણભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુરથી આશરે 20 કિલોમીટર દૂર ગઢકા ગામ નજીકના વાડી વિસ્તારમાંથી ગત સાંજે જુગાર દરોડો પાડવામાં આવ્યો હતો.
આ કાર્યવાહીમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ભરત જગાભાઈ ગોજીયા, હરદાસ કાનાભાઈ ગોજીયા, હેમરાજ ભીખા ડાભી અને અરજણ રાજશી સુવા નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 33,600 રોકડા તથા રૂ. 10,000 ની કિંમતના બે મોબાઈલ ફોન તેમજ રૂ. 80,000 હજારની કિંમતની ત્રણ મોટરસાયકલ મળી, કુલ રૂ. 123,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ દરોડા દરમિયાન જગદીશ ઉર્ફે કનીયો લોહાણા, ગોવા કારા કરંગીયા અને અન્ય એક અજાણ્યા શખ્સ સહિત ત્રણ શખ્સો નાસી છૂટ્યા હોવાનું જાહેર થયું છે. જે અંગે કલ્યાણપુર પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
_____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)
