
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૫
કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામ નજીક આજરોજ સવારે એક ટ્રેક્ટર અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ એક બાઈક અડફેટે ચડી જતા એક વ્યક્તિને ઇજાઓ થયાનું જાણવા મળ્યું છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર નજીક આવેલા બાંકોડી ગામના પાટીયા પાસેથી જઈ રહેલા એક ટ્રેક્ટર અને બોલેરો વચ્ચે આજરોજ સવારે આશરે 6:15 વાગ્યાના સુમારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ આ માર્ગ પર જઈ રહેલું એક મોટરસાયકલ અડફેટે ચડી જતા સર્જાયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજાઓ થવા પામી હતી. જેથી ઇજાગ્રસ્ત વ્યક્તિને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સદનસીબે ત્રીપલ અકસ્માત જેવી આ પરિસ્થિતિમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

(ફોટો:- કુંજન રાડિયા)