Friday June 20, 2025

કલ્યાણપુર નજીક કારની ઠોકરે બુલેટ સવાર દંપતિ ઇજાગ્રસ્ત

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫

       કલ્યાણપુરથી આશરે 30 કિલોમીટર દૂર લીંબડી ગામ નજીક આવેલા હાઈ-વે માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 સી.એન. 5083 નંબરની વર્ના મોટરકારના ચાલકે આ માર્ગ પર બુલેટ મોટરસાયકલ પર જઈ રહેલા દેવાભાઈ સોનગરા તથા તેમના પત્ની વીરૂબેન દેવાભાઈ સોનગરાને અડફેટે લેતા તેઓને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

         આ બનાવ અંગે દેવાભાઈના પિતાએ પિતરાઈ ભાઈ દલવાડી કુરજીભાઈ ખીમજીભાઈ સોનગરા (ઉ.વ. 52, રહે. ખંભાળિયા) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે કાર ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી. 

____________________________________________________________________________

કલ્યાણપુર નજીક મોટરબાઈકની ઠોકરે વૃદ્ધ ઇજાગ્રસ્ત

         કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે રહેતા ચતુરસિંહ વકુભા જાડેજા નામના 68 વર્ષના ગરાસિયા વૃદ્ધને નારણપુર ગામના પાટીયા પાસે ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. 37 એલ. 0349 નંબરના એક્સેસ મોટરસાયકલના ચાલક મહિલાએ અડફેટે લઈ, અને ઇજાઓ પહોંચાડી હતી. અકસ્માત સર્જીને એક્સેસ ચાલક મહિલા નાસી છૂટી હતી.

      આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં એક્સેસ ચાલક મહિલા સામે ગુનો નોંધાયો છે.

____________________________________________________________________________

ભાટિયામાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી ઝડપાઈ

        કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા દિલીપ સાજણભાઈ ગોહેલ નામના 37 વર્ષનો શખ્સ દ્વારા આ જ ગામના માણસી વારજાંગ જોગાણી નામના શખ્સના રહેણાંક મકાનમાં ચલાવાતી દેશી દારૂની ભઠ્ઠી સાથે દિલીપને ઝડપી લેવાયો હતો. આ સ્થળેથી પોલીસે દેશી દારૂનો બળેલો 20 લિટર આથો, 1500 લિટર કાચો આથો, 61 લીટર દેશી દારૂ તેમજ દારૂ બનાવવાના અન્ય સાધનો મળી કુલ રૂપિયા 62,000 નો મુદ્દામાલ કબજે કરી દિલીપ ગોહિલની અટકાયત કરી હતી. જ્યારે માણસી જોગાણીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top