
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫
ઓખા વિસ્તારમાં સ્થાનિક અદાલતમાં ગત વર્ષે આરોપી શરીફ ઝીબ્રાઇલ ધોરી નામના પ્રતાપગઢ જિલ્લાના ઉત્તર પ્રદેશ રાજ્યના શખ્સ સામે ફેમિલી કોર્ટ દ્વારા ભરણપોષણના હુકમનું પાલન નહીં કરી અને ભોગ બનનારને ભરણપોષણની રકમ ચૂકવવામાં ન આવતા જેલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.
જેને અનુલક્ષીને ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. આર.આર. ઝરૂ તથા તેમની ટીમ દ્વારા ઉત્તર પ્રદેશ ખાતે જઈને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી આરોપી શરીફ ઝીબ્રાઇલ ધોરીને ઝડપી લીધો હતો. ત્યાર બાદ જરૂરી કાર્યવાહી કરીને આ શખ્સને જામનગર જિલ્લા જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.
(ફોટો:- કુંજન રાડિયા)