Friday June 20, 2025

ખંભાળિયાના કંચનપુર ગામે સોમવારે મંદિરનું ભૂમિ પૂજન

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫

        ખંભાળિયા તાલુકાના કંચનપુર વિસ્તારમાં આવેલા શ્રી સમસ્ત ક્ષત્રિય રાજપુત સમાજના શ્રી અબડાજામ ડાડાના મંદિરનું નવ નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે આ પ્રસંગે આગામી સોમવાર તા. 14 એપ્રિલના રોજ ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

       આ પ્રસંગે સોમવારે સવારે 10 વાગ્યે ભૂમિ પૂજન, 11 વાગ્યે ધ્વજાજી સામૈયા, 11:30 વાગે મહા આરતી અને ત્યાર બાદ મહાપ્રસાદના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સાથે મોડપીર ડાડા અને અબડાજી ડાડાના ઇતિહાસનું વર્ણન પણ કરવામાં આવશે.

          ડાડાશ્રીના મંદિરનું ભૂમિ પૂજન પબુભા વિરમભા માણેક પરિવાર દ્વારા કરવામાં આવનાર છે તેમ શ્રી સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ – કંચનપુરની એક યાદીમાં જણાવાયું છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top