– શુક્રવારે આંબા મનોરથના દર્શનનું આયોજન –
જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૫
ખંભાળિયામાં ગુગળી ચોક વિસ્તારમાં આવેલી જાણીતી શ્રી દાઉજીની હવેલી ખાતે ગુરુવાર તા. 5 ના રોજ સાંજે નાવના દર્શન તેમજ શુક્રવારે સાંજે આંબા મનોરથના અલભ્ય દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને હવેલીના મુખ્યાજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.