ખંભાળિયાની પરિણીત મહિલા લાપતા બનતા શોધખોળ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૫

           ખંભાળિયામાં જૂની કોર્ટ પાછળ આવેલા રાવલ પાડા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા મુનેશભાઈ ભીખુભાઈ મપારા નામના યુવાનની 43 વર્ષની પત્ની જયશ્રીબેન ગત તારીખ 11 એપ્રિલના રોજ પોતાના ઘરેથી કામે જવાનું કહી અને લાપતા બનતા આ અંગે સ્થાને પોલીસને જાણ કરવામાં આવી છે. જે અંગે પોલીસે ગુમથવા અંગેની નોંધ કરી અને આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ એલ.વી. જાદવ દ્વારા હાથ ધરવામાં આવી છે.

       ગુમ થયેલી મહિલાને બે સંતાનો હોવાનું તેમજ તેમના મોટા પુત્રના લગ્ન થઈ ગયા હોવાનું પણ જાહેર થયું છે.

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *