જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દ્વારા બુધવાર તારીખ 9 ના રોજ સવારે 10:30 વાગ્યે ખંભાળિયામાં આઈ.ટી.આઈ. કચેરી ખાતે નોકરીદાતાઓ તથા રોજગાર વાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ ઔધોગિક ભરતી મેળો યોજાશે.
આ ઔધોગિક ભરતીમાં ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે. જોબ ફેરમાં જુદી-જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને આ માટે બી.એસ.સી. હોર્ટીકલ્ચર સાથે 6 થી 8 વર્ષનો અનુભવ, બોઈલર & ટર્બાઈન ઓપરેટર માટે 4 વર્ષનો અનુભવ, બી.ઈ. સિવિલ 5 વર્ષનો અનુભવ, AOCP 2 વર્ષનો અનુભવ, ફીટર, ડીપ્લોમા મિકેનીકલ અને (RSPL LTD એપ્રેન્ટિસશીપ માટે AOCP, FITTER, WELDER, DRAFTMAN, PACEGING ITI પાસ વર્ષ 22-23-24) જેવી લાયકાત ધરવતા ઉમેદવારો માટે જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ એક ઓપન જોબ ફેર હોય, કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા તેમજ પી.એમ.ઈન્ટર્નશીપ યોજનામાં માટે રજીસ્ટ્રેશન કરવા ઈચ્છુક ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકાશે અને પી.એમ. ઈન્ટર્નશીપ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવી શકશે તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરીની યાદીમાં જણાવાયું છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)