Headlines

ખંભાળિયામાં રવિવારે વિના મૂલ્યે નેત્રયજ્ઞ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૬

      ખંભાળિયાની સંસ્થા એલ.પી. બદીયાણી હોસ્પિટલના ઉપક્રમે માનવસેવા સમિતિ તથા લાયન્સ ક્લબ દ્વારા આગામી રવિવાર તા. 8 માર્ચના રોજ અત્રે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સવારે 9 થી 11 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર તથા શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

       યુ.કે.ના દાતા રંજનાબેન ચંદ્રવદન મોદી પરિવારના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા આ નેત્ર કેમ્પમાં વીરનગરની જાણીતી શિવાનંદ મિશન હોસ્પિટલના ડોક્ટરો તેમજ તેમની ટીમ નેત્ર દર્દીઓની સારવાર કરશે. જરૂરિયાતવાળા દરિયોને વિના મૂલ્યે ઓપરેશન પણ કરી આપવામાં આવશે. જેનો લાભ લેવા ખંભાળિયા તથા આસપાસના વિસ્તારના નેત્ર દર્દીઓને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *