ખંભાળિયામાં શ્રીમદ ભાગવત સપ્તાહની રંગેચંગે પૂર્ણાહુતિ

– મોટી સંખ્યામાં શ્રોતાઓ ભાવવિભોર બન્યા – 

જામ ખંભાળિયા, તા. ૨૮-૧૨-૨૦૨૫

      ખંભાળિયાની સેવા સંસ્થા શ્રી ગાયત્રી સત્સંગ મંડળના ઉપક્રમે ગત રવિવાર તા. 21 થી શનિવાર તા. 27 સુધી અત્રે ગાયત્રીનગર વિસ્તારમાં ગોકીબાઈ સ્કૂલ પાસે આવેલા બાલવી માતાજી મંદિર નજીક શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા ભાગવત કથાકાર શાસ્ત્રી શ્રી રાજદીપભાઈ (ભાતેલવારા) ના સુમધુર કંઠે સંગીતમય શૈલીમાં મોટી સંખ્યામાં શ્રોતાઓએ કથાનું રસપાન કર્યું હતું.

      આ ભાગવત સપ્તાહ દરમિયાન કપિલ જન્મ, નૃસિંહ પ્રાગટ્ય, રામ જન્મોત્સવ, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ સહિતના વિવિધ પ્રસંગોમાં ભાવિકો રસતરબોળ થયા હતા.

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *