ખંભાળિયા, ભાણવડમાં પી.આઈ., પી.એસ.આઈ.ની બદલીઓ બી.જે. સરવૈયાને પુનઃ ખંભાળિયા મુકાયા

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫

       દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આજરોજ ખંભાળિયા તેમજ ભાણવડ વિસ્તારના પોલીસ અધિકારીઓની બદલીઓના ઓર્ડરો કર્યા છે. જેમાં ખંભાળિયાના પોલીસ મથકના તત્કાલીન પી.આઈ. બી.જે. સરવૈયાને લિવ રિઝર્વમાંથી પુનઃ ખંભાળિયા પોલીસ મથકની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે લીવ રિઝર્વમાં રહેલા અન્ય એક અધિકારી કે.બી. રાજવીને ભાણવડ પોલીસ મથકમાં પી.આઈ. તરીકે મુકાયા છે.

         આ ઉપરાંત ભાણવડના પી.આઈ. પી.પી. બ્રહ્મભટ્ટ અને પી.એસ.આઈ. કે.કે. મારુંને લિવ રિઝર્વમાં મૂકતો હુકમ કરાયો છે. 

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *