Headlines

ખાપટ જમીન પ્રકરણમાં રૂપીયા ૧.૪૩ કરોડની છેતરપીડીના ગુનાનાં વધુ એક આરોપીનેસુરેન્દ્રનગરથી પકડી પાડતી પોરબંદર એલ.સી.બી.

oplus_32

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદરના ઉદ્યોગનગર પોલીસમાં તા.૨૦/૦૧/૨૦૨૬ ના રોજ દાખલ થયેલ છેતરપીંડી-વિશ્વાસઘાતના ગુનામાં આરોપીઓએ ગુનાહિત કાવતરે રચી ફરિયાદીના પતિના ભાગની જમીન આરોપીઓ માલિક ન હોવા છતાં ખોટા લાખણ કરી જમીન ખરીદી જમીનનાં રૂપીયા ફરિયાદીના ખાતામાંથી ઉપાડી લઇ ફરિયાદી તથા ફરિયાદીના પતિ સાથે છેતરપીડી કરી ગુનો કરેલ. જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ સદર ગુનાની તપાસ પોરબંદર પોલીસ અધિક્ષક દ્વારા પોરબંદર એલ.સી.બી. ને સોપવામાં આવેલ.

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ આ ગુનાના પકડવાના બાકી આરોપીઓને પકડવા કરેલ સુચનાના અનુસંધાને એલસીબી પીઆઇ આર કે. કાંબરીયા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના એચ.સી. વિરેન્દ્રસિંહ પરમારને ખાનગીરાહે હકિકત મળેલ કે, ઉપરોકત ગુનાના પકડવાના બાકી આરોપી આયુષ કારાવદરા (રહે. શ્રીજી પાર્ક ખાપટ તા.જી.પોરબંદર) હાલ સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ રિવાઇવલ ફાઉન્ડેશન ખાતે હોય જેથી ઉપરોકત હકિકત આધારે એ.સ.આઈ. બટુકભાઇ વીંજીડા તથા એચ.સી. હિમાંશુભાઇ મક્કા તથા પીસી નટવરભાઇ ઓડેદરાને સુરેન્દ્રનગર ખાતે આરોપીની તપાસમાં મોકલતાં આરોપીને સુરેન્દ્રનગર જીલ્લાના રિવાઇવલ ફાઉન્ડેશન ખાતેથી પકડી પાડી આજરોજ કલાક ૨૧/૩૦ વાગ્યે ધોરણસર અટક કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી. પીઆઇ આર કે. કાંબરીયા તથા એ.સ.આઈ. બટુકભાઇ વીંજીડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, તથા એચ.સી. સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વીરેન્દ્રસિંહ પરમાર તથા પીસી નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. એચ.સી. રોહિતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *