રાજશીભાઈએ ખુંટાની જે કિંમત કીધી તે ચૂકવવા માટે રેડી ન હતો તેથી તેણે તેના મિત્રને મોકલીને તે મેળવવાના પ્રયત્નો કર્યા હતા
પોતાના ઇનડાયરેક્ટ પ્રયત્નો પણ સફળ ન થયા તેથી અવનિશ રેડ્ડીએ રાજશીભાઈને ન કહેવાનું કીધું એટલે થઈ પોલીસ ફરિયાદ
પોરબંદર
તેલંગણાના અવનીશ રેડ્ડી નામના એક શખ્સને પોરબંદરના એક ખેડૂતના ખેતરના ખુંટા ગમી ગયા હતા પરંતુ ખુંટાની જે કિંમત હતી તે ચૂકવવા માટે રેડ્ડી રેડી ન હતો. તેથી તેણે તેના એક માણસને મોકલીને તે ખુંટા મેળવવાના પ્રયત્નો કર્યા પરંતુ તેમાં પણ તે સફળ ન થયો. તેથી તેલંગણાના એ રેડ્ડીએ પોરબંદરના ખેડૂત વેપારીને ધરાઈને ગાળો આપી અને બીજું બધું ન બોલવાનું બોલ્યો હતો. આખરે જાણીતા પશુપાલક રાજશી ઓડેદરાએ પોલીસ ફરિયાદ કરવી પડી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે રાજશીભાઈ મેરામણભાઈ ઓડેદરા (ઉ.વ.૬૭, ધંધો,પશુપાલન ખેતી રહે. જયશ્રી ફાર્મ, માર્કેટીંગ યાર્ડની સામે, પોરબંદર)એ અવનેશ રેડ્ડી (રહે, ચોપાદંડી ગામ જી.કરીમનગર તેલંગાણા) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી અગ્નેશ રેડી ફરિયાદીના ફાર્મ ખાતે આવ્યો હતો અને તેણે ફાર્મમાં રહેલ ખુંટ પસંદ કર્યા હતા. પરંતુ ખુંટની કિંમતમાં મેળ ન આવતાં સોદ્દો થયેલ નહીં. ખૂટની કિંમત સાથે રેડ્ડી રેડી ન હતો. અને ત્યારબાદ રેડ્ડીએ તેના મિત્ર યશપાલ (રહે, ગોંડલ)ને ફરિયાદીના ફાર્મ ખાતે તે ખુંટની વાતચીત કરવા માટે મોકલેલ અને યશપાલે પોતાના ફોનમાંથી રેડ્ડી સાથે વાત કરાવેલ અને રેડ્ડીએ ફરિયાદી પાસે તેણે અગાઉ જોયેલ ખુંટ માંગતાં, ફરિયાદીએ તેને કહેલ કે, તે ખુંટ વેચાઈ ગયેલ છે, જેથી તમને તે ખુંટ ના આપી શકીએ, આ કારણે સામાવાળો ઉશ્કેરાઈ જઈ અને ફરિયાદીને ભુંડી ગાળો આપીને અને જો ખુંટ નહીં આપો તો મજા નહીં આવે વગેરે પ્રકારની ધમકી આપી હતી. તા.૨૫/૧૨/૨૦૨૪ના ૧૨/૦૦ વાગ્યાના અરસામાં જયશ્રી ફાર્મ માર્કેટીંગ યાર્ડની સામે ફરિયાદીની વાડીએ પોરબંદર ખાતે બનેલી આ ઘટના અંગે બે જાન્યુઆરીના રોજ ઉદ્યોગ નગર પોલીસમાં ગુનો દાખલ થતાં હેડ કોન્સ્ટેબલ પીડી સરવૈયાએ તપાસ હાથ ધરી છે.