ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
આજે તા.૧૯/૧/૨૦૨૫ ના રોજ બપોરે ૧૨/૪૦ કલાકે શૈત્રુજી ડેમનુ પાણી જમણાં ડાબા કાંઠાની કેનાળોમા ખેડુતોને સિંચાઇ માટે આપવા છોડવામાં આવશે. ડાબા કાંઠે ખદરપર લાખણકા વચ્ચેનું નાળુ બને પછી પાણી છોડવાનું હતું પણ બે દિવસથી ખેડૂત નેતાએ આકરાં પાણીએ થવું પડ્યું એટલે આજે પાણી છોડશે નેતાઓ ડેમ ભરાય ત્યારે અને કેનાળોમા પાણી છોડે ત્યારે નેતાઓ હરખપદુડા થઈને વધામણા કરવામાં પાણીયાળા અને ખેડુતોને પાણી અપાવવામાં નેતાઓ પાણીમાં બેસી જાય એટલે નેતાઓ સુયાણી કાટલું ઝાપટી જાય તેવા છે – તેમ ગુજરાત ખેડૂત સંગઠનના નેતા ભરતસિંહ વાળાએ જણાવ્યું છે.
