Headlines

ઘોઘાના હાથબ ગામે પાનના ગલ્લામાં દેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક શખ્સની ધરપકડ

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ભાવનગર પોલીસ દ્વારા ગેરકાયદેસર નશાકારક પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. તાજેતરમાં ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હાથબ ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલા એક પાનના ગલ્લામાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

​પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર, ઘોઘા પોલીસ સ્ટેશનના સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, હાથબ ગામના ચોક વિસ્તારમાં આવેલી દુકાનમાં વિપુલભાઈ સાદુળભાઈ બારૈયા નામનો શખ્સ ગેરકાયદેસર રીતે દેશી દારૂ રાખે છે અને તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી દુકાનમાં દરોડો પાડ્યો હતો.

​દુકાનની તપાસ કરતા ખુરશીની નીચેથી એક પ્લાસ્ટિકનો થેલો મળી આવ્યો હતો, જેમાં પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરેલો કુલ ૩ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિપુલ બારૈયાની ધરપકડ કરી છે. આરોપી પાસે દારૂ રાખવા અંગેનું કોઈ પાસ કે પરમિટ ન હોવાથી તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

​આ સમગ્ર કામગીરી ઘોઘા પોલીસ દ્વારા કરવામાં આવી છે. પોલીસે દારૂના સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી છે. સરકાર તરફે કોન્સ્ટેબલ અલ્પેશ ગલચરની ફરિયાદને લઈને હેડ કોન્સ્ટેબલ ઓઢાભાઈ મોભ આગળની તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *