Saturday June 21, 2025

ઘોઘામાં છરી સાથે એક શખ્સને ઝડપી લેતી પોલીસ

ભાવનગર
ઘોઘા નજીક સુખદેવ રિસોર્ટ પાસે રહેતો એક શખ્સ ઘોઘાના જકાતનાકે થી એક છરી સાથે ઝડપાઈ ગયો હતો.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઘોઘા નજીક શુભદેવ રિસોર્ટની બાજુમાં રહેતો જીતેન્દ્ર ગગજીભાઇ બારૈયા (ઉ.વ.૩૪ ધંધો.મજુરી રહે.શુભદેવ રિસોર્ટની બાજુમા ઘોઘા તા.ઘોઘા જી.ભાવનગર) નામનો શખ શખ્સ ગોગા પોલીસના પેટ લોરી દરમિયાન ઘોઘા જકાતનાકા પાસેથી એક બાજુ ધારવાળી આગળથી અણીદાર છરી કી રૂ 10 સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસ ને જોઇ લપાતો છુપાતો હોય જેથી તેને રોકી તેની અંગ ઝડતી કરતાં પેન્ટના નેફામાંથી એક સ્ટીલની છરી મળી આવતાં પોલીસે તેની અટકાયત કરી હતી. કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ગોહિલે તેની સામે સરકાર તરફે ગુજરાત પોલીસ એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top