ભાવનગર
ઘોઘા રો રો ફેરી સર્વીસ રોડ ચોકડી ઉપર પોલીસના માણસો રો-રોના વાહન ચેકિંગમા હતા તે દરમ્યાન રો -રો તરફથી એક ઇસમ હાથમા કાપડની થેલી લઇને શંકાસ્પદ હાલતમા આવતો હોય અને અમો પોલીસને જોતા લપાતો છુપાતો હોય જેથી તુંરત જ તેને રોકી તેનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ અશ્વીનભાઇ ધરમશીભાઇ ગોહીલ (ઉ.વ.૨૧ ધંધો મજુરી રહે. કુડા ગામ તા. ઘોઘા જી.ભાવનગર) હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમના હાથમાં એક કપડાની થેલી હોય જેમા તપાસ કરતા તેની અંદર પ્લાસ્ટીકની પારદર્શક ૨૫૦ એમ.એલ.ના માપની કોથળીઓ નંગ- ૮ મળી આવેલ જે તમામ કોથળીઓ દેશી પીવાનો દારૂ હોવાનું જાણવા મળતા ઘોઘા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી આગળની તપાસ જમાદાર મનુભાઈ સોઢાને સોંપી હતી.