Saturday June 21, 2025

ટીમાણામાં ત્રણ ભાઈઓ ઉપર કૌટુંબિક કાકા અને ભાણેજનો છરી વડે હુમલો

જમીન બાબતે ચાલતા મતભેદની દાઝ રાખી કરાયેલા હુમલામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડાયો

તળાજા

તળાજા તાલુકાના ટીમાણા ગામમાં રહેતા યુવાન અને તેના ભાઈઓ પર જમીન બાબતે થયેલ મતભેદની દાજ રાખીને યુવાનના કૌટુંબિક કાકા અને તેના ભાણેજે છરી વડે હુમલો કરી જ્યાં પહોંચાડી હતી. આ બનાવ અંગે જાગ્રસ્ત યુવાને તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ તળાજા તાલુકાના ટીમાણા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા તૌફીક સુલતાનભાઈ મોગલના મોટા બાપુના દીકરા અમિનના તા.૨૫/૦૧ ના રોજ લગ્ન હોય તેમના ઘરે આવેલા મહેમાનોના ચા પાણી માટે ગઈકાલે બપોરે તેઓ ગામમાં દૂધ લેવા માટે ગયા હતા ત્યારે રસ્તામાં આવેલ ઉંમર ગની બાપુની દરગાહ નજીક તેમના કૌટુંબિક કાકા સલીમશા હુસેનશા મોગલ અને તેનો ભાણેજ અક્રમ અલતાફભાઈએ તેમનું મોટરસાઇકલ અટકાવી અગાઉ જમીન બાબતે ચાલતા મતભેદની દાઝ રાખી ‘તું કેમ અમારી સામે જુએ છો’ તેમ કહીને ધક્કા મારી ધોલ મારી છરી વડે હુમલો કરતા તોફિકભાઈએ ફોન કરીને તેમના ભાઈઓને બોલાવતા હાજીશા ભીખુશા મોગલ અને સલીમશા ભીખુશા મોગલ દોડી આવ્યા હતા અને બચાવવા માટે વચ્ચે પડતા શખ્સોએ તેમની ઉપર પણ છરી વડે હુમલો કરતા હાજીશાને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. છરી વડે હુમલો કર્યા બાદ બંને શખ્સ મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. આ બનાવમાં ગંભીર ઇજાગ્રસ્ત હાજીશા ભીખુશા ને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.

આ બનાવ અંગે તોફીક સુલતાનભાઈ મોગલે તેના કૌટુંબિક કાકા સલીમશા હુસેનશા મોગલ અને તેના ભાણેજ અક્રમશાઅલ્તાફશારફઈ (રહે. બંને ટીમાણા તા. તળાજા ) વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top