Saturday June 21, 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 20 ફેબ્રુઆરીથી બિનચેપી રોગોની તપાસ માટેની મેગા ડ્રાઈવ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫

         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવાર તા. 20 થી 31 માર્ચ સુધી બિન ચેપી રોગોની તપાસ માટેની મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ડ્રાઈવમાં 30 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો જિલ્લાની કોઈપણ આરોગ્ય સંસ્થાઓમાં બિન ચેપી રોગો જેવા કે ડાયાબીટીસ,બ્લક પ્રેશર, મોઢાના કેન્સર, મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સરની પ્રાથમિક તપાસ યોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે.

         આ ડ્રાઈવ અંતર્ગત બિન ચેપી રોગોની પ્રાથમિક તપાસ બાદ જે શંકાસ્પદ દર્દીઓ જોવા મળશે, તેઓને જિલ્લાની હોસ્પિટલ અને મેડીકલ કોલેજ ખાતે નિદાન અને સારવારની કામગીરી કરવામાં આવશે.

      આ ઉપરાંત 35 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ નાગરિક નજીકના આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર કે જિલ્લા હોસ્પિટલ ખાતે બિનચેપી રોગો જેવા કે ડાયાબીટીસ, બ્લડ પ્રેશર અને ત્રણ કેન્સર (મોઢાનું, સ્તન અને ગર્ભાશયના મુખ) ની પ્રાથમિક તપાસ આરોગ્ય કર્મચારીઓ પાસે કરાવી શકાશે.

      આ અભિયાનમાં સંપૂર્ણપણે તમામ સેવાઓ વિના મૂલ્યે પુરી પાડવામાં આવશે. જેનો મહતમ લાભ લેવા જિલ્લાના લોકોને જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top