
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫
આગામી સમયમાં અક્ષય તૃતીયા (અખાત્રીજ)ના દિવસે રાજ્યમાં – વિવિધ સમાજોમાં અનેક લગ્ન યોજાતા હોય છે. જે સમયગાળા દરમ્યાન બાળલગ્નો થતાં અટકાવવાના આશયથી દેવભૂમિ દ્વારકા જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.
સમૂહ લગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર, રસોઈયા, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર તથા વર અને કન્યા પક્ષના બન્ને પરિવારોને આ મુદ્દે જણાવાયું છે કે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ મુજબ દીકરીના લગ્ન 18 વર્ષ પહેલા અને દીકરાના લગ્ન 21 વર્ષ પહેલાં થાય એ સજાપાત્ર ગુનો છે. બાળલગ્ન કરાવનારને 2 વર્ષ સુધીની કેદની સજા અને રૂ. 1 લાખનો દંડ થઈ શકે છે.
બાળલગ્નના કારણે દીકરા-દીકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે. તેથી બાળલગ્ન ન થાય તે ખૂબ જરૂરી છે. તેથી કોઈપણ વિસ્તારમાં, ગામમાં કે મહોલ્લામાં બાળલગ્ન ન થાય તેની તકેદારી રાખવી અને બાળલગ્ન થતા જોવા મળે તો આપની સામાજિક જવાબદારી સમજી બાળલગ્ન અટકાવવા માટે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી વૈશાલીબેન જોશી. (મો. 9427327361), જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પ્રકાશ ખેરાળા (મો. 9426456428), સંસ્થાકીય સંભાળ સુરક્ષા અધિકારી દિલીપભાઈ સાલાણી (મો. 9664600237), બિન સંસ્થાકીય સંભાળ સુરક્ષા અધિકારી હિનાબેન વાઘેલા, ચાઈલ્ડ લાઈન(1098) પોલીસ (100) અથવા મહિલા અભયમ 181 હેલ્પ લાઈન નંબર પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)