દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાલથી બે દિવસ મેગા ડોક્યુમેન્ટ કલેક્શન કેમ્પનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬

     મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તમામ પાત્ર નાગરિકોને મતદાર યાદીમાં નામ નોંધણી, વિગતોની ચકાસણી તથા જરૂરી ફેરફાર કરવા માટે અપીલ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

      આ કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેગા ડોક્યુમેન્ટ કલેક્શન કેમ્પ (ખાસ ઝુંબેશ) શનિવાર તા. 3 તથા રવિવાર તા. 4 ના રોજ યોજાશે. આ દિવસોમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી પોતાના વિસ્તારના મતદાન મથકની મુલાકાત લઈ મતદાર યાદીમાં પોતાનું નામ, વિગતો તથા ફોટો ચકાસી શકશે અને જરૂરી જણાય તો સુધારા માટે અરજી કરી શકાશે.

      મતદારો પાસેથી પુરાવા એકત્ર કરવા માટે ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર જિલ્લા કક્ષાએ ખંભાળિયામાં કલેક્ટર કચેરી તથા વિધાનસભા કક્ષાએ પ્રાંત કચેરીઓ તેમજ તમામ મામલતદાર કચેરીઓ ખાતે શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટરો પર જાહેર રજાના દિવસો સિવાય કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન પુરાવા રજૂ કરી શકાશે. ખાસ કરીને NO MAPPING શ્રેણીના મતદારો તેમજ નવા મતદારોને ફોર્મ ભરવા માટે આ સેન્ટરનો મહત્તમ લાભ લેવા અપીલ કરાઈ છે.

      મતદાર સંબંધિત સેવાઓ માટે વિવિધ ફોર્મ ઉપલબ્ધ છે. નવા મતદાર માટે ફોર્મ- ૬, મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ- 7 તથા સરનામું અથવા અન્ય વિગતોમાં ફેરફાર કરવા માટે ફોર્મ- 8 ભરવાનું રહેશે. જેમની ઉંમર તા. 1 જાન્યુઆરીના રોજ 18 વર્ષ કે તેથી વધુ થાય છે, તેવા પાત્ર નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

        મતદાર નોંધણી તથા ફેરફાર માટે ઓનલાઈન સેવાઓ તરીકે Voter Helpline મોબાઈલ એપ,

www.voters.eci.gov.in ઉપલબ્ધ છે. ઉપરાંત રૂબરૂ સેવાઓ માટે કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તથા મતદાન મથક પર સંપર્ક કરી શકાશે. વધુ માહિતી માટે નાગરિકો હેલ્પલાઇન નં. 1950 પર સંપર્ક કરવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *