દ્વારકામાં કૃષ્ણ ભક્તોને પ્લાસ્ટિક અંગે અપાઈ જાગૃતિ

આર.એસ.પી.એલ.ની સામાજિક સેવા પ્રવૃત્તિ – 

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫

         ફાગણી પૂનમ નિમિતે તાજેતરમાં હજારોની સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે દ્વારકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીના વેલ્ફેર ફાઉન્ડેશન અંતર્ગત અને જામનગર જી.પી.સી.બી.ના સયુંકત ઉપક્રમે “પ્લાસ્ટિક ના કચરાનો સંગ્રહ” કરવાની કામગીરી કરવામાં આવી હતી. અહીં આવતા યાત્રાળુઓને પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા બાબતે જાગૃતિ પણ આપવામાં આવી.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *