જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬
દ્વારકાધીશ જગતમંદિરમાં નાતાલના વેકેશન દરમ્યાનના તા. 21 ડિસેમ્બર થી તા. 1 જાન્યુઆરી સુધીના બાર દિવસમાં જગતમંદિરમાં અંદાજિત દસ લાખથી વધુ દર્શનાર્થીઓએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
નાતાલના મીની વેકેશનમાં દ્વારકાધીશ મંદિર ઉપરાંત દર્શન સર્કિટના નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટ દ્વારકાધીશ મંદિર, ગોપી તળાવ, રૂક્ષ્મણી મંદિર, હર્ષદ (ગાંધવી) મંદિર જેવા તીર્થસ્થળો અને શિવરાજપુર બીચ, મોમાઈ બીચ, ભડકેશ્વર ચોપાટી, ગોરીંજા બીચ, હરસિદ્ધિ વન જેવા પર્યટન સ્થળોની પણ હજારો પ્રવાસીએ મુલાકાત લીધી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)
