દ્વારકા નગરપાલિકામાં ઉમેદવારી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવાઈ: સાત વોર્ડની 28 સીટ માટે 155 દાવેદારો

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫

       દ્વારકા નગરપાલિકાની આગામી માસમાં યોજાનારી સામાન્ય ચૂંટણી અંગે ભાજપ દ્વારા પક્ષમાંથી ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના સાત વોર્ડમાં કુલ 28 સભ્યોની ચૂંટણી માટે 155 જેટલા દાવેદારોએ ભાજપ પાસે ટીકીટની માંગણી કરી છે.

         નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરી ઉમેદવારોની પસંદગીમાં આંતરિક અસંતોષ ઊભો ન થાય તેની તકેદારી રાખવા સહિત તમામ 28 સીટો માટે યોગ્ય ઉમેદવારને પસંદગી મળે તે માટે કવાયત હાથ ધરી છે. આ સેન્સ પ્રક્રિયામાં જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, દ્વારકા શહેર પ્રમુખ કિશન વાયડા, દ્વારકા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ વિજય બુજડ, દ્વારકા શહેર પ્રભારી રમેશભાઈ હેરમા તથા જેરામભાઈ સોનગરા, શહેર મહામંત્રી રાજુભાઈ બથીયા ઉપસ્થિત રહયા હતા.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *