વિપુલ હિરાણી
ભાવનગર તા.૨૧
ગુજરાત સરકાર દ્વારા આયોજિત અને ફોરેસ્ટ ખાતા દ્વારા સંચાલિત નળ સરોવર ખાતે પર્યાવરણ પ્રશિક્ષણ શિબિર તારીખ 14થી 16 માર્ચ દરમિયાન યોજાઇ હતી જેમાં ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે જોડાયેલા ધોરણ છ થી નવના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સરકારનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ, પર્યાવરણ, પક્ષીઓ અને પ્રાણીઓ વિશે માહિતી મેળવે કુદરતના સાનિધ્યમાં રહી પ્રશિક્ષણ મેળવે તેવા હેતુથી આ શિબિરનું આયોજન પ્રતિ વર્ષ કરવામાં આવતું હોય છે ત્યારે આ ત્રણ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને વન કેડી ભ્રમણ દ્વારા વૃક્ષો, વનસ્પતિ અને પક્ષીઓ વિશે માહિતગાર કરવામાં આવે છે પ્રત્યક્ષ પક્ષી દર્શન કરાવવામાં આવે છે વિદ્યાર્થીઓ જાતે પક્ષીઓને જુએ અને પક્ષીઓની ઓળખ કરતા થાય તેમજ જળચર, ભૂચર, ખેચર પશુ-પક્ષી વિશે જાણે આ ઉપરાંત નળસરોવર યાયાવર પક્ષીઓ માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે ત્યારે વિદેશથી આવતા પક્ષીઓ વિશે જાણે અને માહિત ગાર થાય તેઓ શુભ આશય સરકાર અને ફોરેસ્ટ વિભાગ દ્વારા રાખવામાં આવ્યો છે ત્રણ દિવસ નું શિબિર સંચાલન અને પક્ષીઓ વિશેની જાણકારી વિક્રમભાઈ પગી દ્વારા બાળકોને આપવામાં આવી જ્યારે આરએફઓ સોલંકી દ્વારા પ્રકૃતિ પ્રશિક્ષણ શિબિરમાં સ્કાઉટ ગાઈડ જોડાયા તે માટે આનંદ વ્યક્ત કર્યો હતો પ્રશિક્ષણ શિબિર દરમિયાન વન કેડી ભ્રમણ, પક્ષી દર્શન, સનસેટ, હાઈક, કેમ્પ ફાયર અને મેદાની રમતોનો બાળકોએ આનંદ માણ્યો હતો. શિબીરમા વિદ્યાધીશ વિદ્યા સંકુલ, નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય, સ્વામિનારાયણ ગુરુકુળ, ગિજુભાઈ કુમાર મંદિર, સ્વામી વિવેકાનંદ ઓપટ્રૂપ ના સ્કાઉટ જોડાયા હતા ત્રણ દિવસ સ્કાઉટ ગાઈડ સાથે અજયભાઈ ભટ્ટ, દર્શનાબેન ભટ્ટ, જયસિંહ ભાઈ તેમજ સીનીયર સ્કાઉટ ગાઈડ જોડાયા હતા શિબિર દરમિયાન ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓનો સુંદર સહયોગ સાપડ્યો હતો.
