


નારન બારૈયા, નવારતનપર, 13 ફેબ્રુઆરી 2026
ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં લગભગ એક કરોડ રૂપિયાના કામો પેન્ડિંગ છે ત્યારે સરપંચને વિકાસના કામો કરવા દેવાને બદલે તેનું ધ્યાન ડ્રાઈવર્ટ કરવા માટે અને તેને સત્તા ઉપરથી ઉથલાવી નાખવા માટે ભયંકર કાવતરાખોરી વાળું ધગધગતું રાજકારણ રમાઈ રહ્યું છે અને એકદમ વાહિયાત મુદ્દે તેની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે ત્યારે સરપંચ ગૌતમ બારૈયા “પંચાયતમાં શુદ્ધિકરણ અભિયાન” ચલાવી રહ્યા છે અને પંચાયતના જે સભ્યો વાસ્તવમાં ગેરલાયક છે તેમને એક પછી એક ખેડવી રહ્યા છે તે શાનદાર સીરીઝમાં સૌ પ્રથમ વોર્ડ નંબર 6ના સદસ્ય તાલુકા વિકાસ અધિકારીના “પવિત્ર હુકમ”થી સત્તાવાર રીતે ગેરલાયક જાહેર થઈ ચૂક્યા છે ત્યારે હવે સરપંચ ગૌતમ બારૈયાએ ગ્રામ પંચાયત બોડીના વધુ એક ગેરલાયક સદસ્ય પ્રવીણ હીરાભાઈ મકવાણાને ઓફિશ્યલી ગેરલાયક ઠેરવવા ચક્રો ગતિમાન કરી દીધા છે. અને પ્રવીણ મકવાણા તેણે પંચાયતની જગ્યામાં શોપિંગ સેન્ટર ઊભું કરીને દબાણ કર્યું હોવાથી સરપંચ આ દબાણ પણ હટાવશે અને એ દબાણને લઈને પંચાયત પ્રવીણને સદસ્ય તરીકેના હોદ્દા પરથી પણ હટાવશે. પ્રવીણ મકવાણાએ પોતાનો યોગ્ય જવાબ રજૂ કરવાને બદલે પોતે પ્રતિષ્ઠિત હોવાના દાવાઓ અને પોતે લગ્નમાં વ્યસ્ત હોવાના બહાનાઓ રજૂ કર્યા છે અને પોતાના શોપિંગ સેન્ટરનું જે દબાણ છે તે પોતાના નામે નહીં હોવાનો વાહિયાત તર્ક જવાબ તરીકે રજૂ કર્યો છે ત્યારે નવારતનપર ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા પંચાયત સુધીના સ્થાનો પર પ્રવીણને તેનું દબાણ હટાવી તેને હોદ્દા પરથી દૂર કરવાની મોટા ભાગની ફોર્માલિટી પૂરી કરી દીધી છે અને બુલડોઝર એક્શન લેવાનું માત્ર બાકી છે ત્યારે જ જળુંબી રહેલી અવિશ્વાસ સંબંધિત બેઠક વચ્ચે એવી ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે પ્રવીણ મકવાણા ઉપરાંત બીજા એક મહિલા સદસ્ય પણ ગેરકાયદે એટલે કે જે સરકારશ્રીના નામે થવી જોઈએ એવી જમીનમાં બનેલા મકાનમાં વસવાટ કરી રહ્યા છે. અને પ્રવીણ પ્રકરણ અને તેનું રાજકારણ સમાપ્ત થયા પછી તુરંત જ સરપંચ ગૌતમ બારૈયા પોતાનું ફોકસ આ મહિલા સદસ્યને હટાવવામાં પણ કેન્દ્રિત કરવાના છે. એટલે કે અવિશ્વાસની અભિવ્યક્તિ પંચાયતના પડમાં લાવવાનો ધખારો ધરાવનારા સદસ્યોની કુલ સંખ્યા 2/3 અવસ્થામાં અસ્તિત્વગત રહેશે કે કેમ તેવો પણ એક સવાલસભર કોયડો અસ્તિત્વગત બન્યો છે. પ્રવીણ મકવાણા પછી જેનું ગેરલાયક ઠરવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે તે મહિલા સદસ્ય કોણ છે તે અંગે અનેક ચર્ચાઓ થઈ રહી છે અને સરપંચ ગૌતમ બારૈયા આ મામલે હિંમતપૂર્વક અને ધીરજ પૂર્વક કોન્ફિડન્સીયલ કાર્યવાહી કરી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પોતાના પરિવાર અને પરિવારના વડીલોના ઈશારે રાજકારણમાં પોતાનો ઉપયોગ થવા દઈ રહેલી આ મહિલા સદસ્યને ખબર જ નથી કે પોતાના પરિવારના સભ્યોએ ભૂતકાળમાં કેવા કેવા કૌભાંડ કર્યા છે અને આ કૌભાંડ વર્તમાન સમયમાં પોતાને કઈ રીતે નડવાના છે. એટલે સરપંચ ગૌતમ બારૈયા સામે અવિશ્વાસનો અઘોર કરંટિયો ખોલીને બેઠેલા 6 સદસ્યોમાંથી બે સભ્યોને તો પોતાના જ ગેરલાયકપણાનો એરુ આપણી જવાનો છે. મતલબ કે 6માંથી માત્ર 4 સભ્યો જ રહેવાના છે. એનાથી બે તૃતીયાંશ બહુમતીની સ્થિતિ પ્રાપ્ત કરવી એ વિરોધ પક્ષ બની બેઠેલા પંચાયત બોડીના સદસ્યો માટે અશક્યવત્ બની રહે છે.
નવારતનપર ગ્રામ પંચાયતના સત્તાવાર સ્થાનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર નવારતનપર ગ્રામ પંચાયતે એટલે કે સરપંચ ગૌતમ બારૈયાએ પ્રવીણ મકવાણાને તેણે પંચાયતની જમીનમાં કરેલું પાકુ બાંધકામ હટાવી લેવા અને તેને સંબંધિત ખુલાસાઓ કરવા માટે અગાઉ 27 જાન્યુઆરીના રોજ પ્રથમ નોટિસ પાઠવી હતી પરંતુ પ્રવીણ મકવાણાએ તે અંગે કોઈ જ ખુલાસો નહીં કરતાં તેને 6 ફેબ્રુઆરીના રોજ બીજી નોટિસ ફટકારવામાં આવી હતી. અને આ બીજી નોટિસ વખતે પ્રવીણે જે જવાબો રજૂ કર્યા તે જવાબો એટલા બધા અતાર્કિક હતા કે સરપંચને આ જવાબો પોતાની નોટિસના જવાબો લાગવાને બદલે સમગ્ર મામલાને જુદી જ દિશામાં ડાઈવર્ટ કરનારા લાગ્યા હતા. તેથી આ પોતાના જવાબો નથી પરંતુ બીજું જ કંઈક છે તેમ જણાવી ઉપસરપંચ ધર્મેશ બારૈયાના માધ્યમથી મોકલવામાં આવેલી જવાબ પત્રિકાને સરપંચ ગૌતમ બારૈયાએ આઉટ ઓફ સબ્જેક્ટ ગણાવી દીધી હતી. આ આઉટ ઓફ સબ્જેક્ટ મનાયેલી જવાબ પત્રિકામાં પ્રવીણ પોતાના બચાવમાં એવી દલીલો રજૂ કરી હતી કે પોતે ખૂબ જ સામાજિક કાર્યો કરે છે અને પોતે સમાજમાં ખૂબ જ આબરૂ ધરાવે છે. આનાથી એવો સવાલ ઉપસ્થિત થવા પામ્યો છે કે જે વ્યક્તિ પંચાયતની જમીનમાં ગેરકાયદે શોપિંગ સેન્ટરનું પાકું બાંધકામ કરી નાખતો હોય તે વ્યક્તિને લુખ્ખો અને ગુંડો તો કહી શકાય છે પરંતુ આબરૂદાર કઈ રીતે કહી શકાય? વળી આબરૂદાર વ્યક્તિએ પોતાને આબરૂદાર કહેવાનો હોય છે કે લોકોએ તેને આબરૂદાર કહેવાનો હોય છે? આ વાતને નિગ્લેક્ટ કરવામાં આવે તો પણ પ્રવિણ અન્ય મુદ્દાઓ એવા લખ્યા છે કે પોતે એક લગ્નના કામમાં વ્યસ્ત હોવાથી પોતે પંચાયતની જમીનમાં કરેલ દબાણ અંગેનો જવાબ સમયસર આપી શક્યા ન હતો. પ્રવીણે કરેલું દબાણ સ્વયં સ્પષ્ટ સ્વયં સિદ્ધ અને નરી આંખે કોઈ પણ વ્યક્તિ જોઈ શકે તેવું હોવા છતાં પ્રવીણને પોતાના ફરિયાદરૂપ જવાબ પત્રમાં સરપંચની નોટિસને બેબુનિયા જણાવી હતી. પોતાના જવાબ પત્રમાં પોતાને વારંવાર પ્રતિષ્ઠિત અને આબરૂદાર જણાવનાર પ્રવિણે એમ પણ જણાવ્યું છે કે પોતાના નામે પોતે કોઈ દબાણ કરેલ નથી. અને પોતાના નામે પીજીવીસીએલનું કોઈ કનેક્શન પણ લીધેલ નથી. આનાથી એવો સવાલ ઉભો થવા ભાઈઓ છે કે શું કોઈ વ્યક્તિ પંચાયતની હદમાં ગેરકાયદે દબાણ કરે તે પણ કોઈના નામે રજીસ્ટર્ડ થતું હોય છે? વળી પંચાયતના દબાણ રજીસ્ટરમાં પ્રવીણ બાંધેલું પાકુ શોપિંગ સેન્ટર ઉલ્લેખ થયેલું પણ છે તેમ છતાં પ્રવીણ એવો સવાલ ઉઠાવ્યો છે કે સરપંચે દબાણ રજીસ્ટરને ધ્યાનમાં લીધા વગર નોટીસ આપી છે. પરંતુ સરપંચ ગૌતમ બારૈયાનું કહેવું એમ થાય છે કે પ્રવીણનું આ દબાણ પણ દબાણ રજીસ્ટરમાં નોંધાયેલું છે. આ મુદ્દાને પણ નીગલેટ કરવામાં આવે તો સમગ્ર મુદ્દાઓ જોતા પ્રવિણ એવો એક પણ મુદ્દો રજૂ કર્યો નથી કે જે મુદ્દો તેના ગેરકાયદે દબાણનો બચાવ કરી શકે. ફક્ત પોતાને વારંવાર આબરૂદાર અને પ્રતિક્ષિત ગણાવીને પ્રવિણ પોતાની થોડી ઘણી આબરૂને ધૂળમાં મિલાવી દીધી છે. આ ઉપરાંત પ્રવીણ પોતાના જવાબ પત્રમાં કેટલીક એવી વિગતો પણ લખી છે કે જે સ્વયં સ્પષ્ટ રીતે સાબિત થાય છે એટલે કે તેની પોતાની વિરુદ્ધમાં જ જાય છે અને એ મુદ્દા જ પ્રવીણને સ્વયંભૂ ગેરલાયક ઠેરવે છે. પંચાયતની જમીનમાં દાદાગીરીથી દબાણ કરનાર વ્યક્તિનું સમાજમાં કોઈ જ માન હોતું નથી તેમ છતાં તે માનસિક રીતે મતિભ્રમ થઈ ગયો હોય તે રીતે પ્રવીણે સરપંચ સામે કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે. બીજી તરફ તેના આ પત્રમાં પ્રવીણે પોતે માનસિક રોગ ધરાવતો હોવાનું પણ કબુલ્યું છે. તે ન્યુરો ફિઝિશિયન તન્મય ત્રિવેદી પાસે માનસિક રોગ ની દવા લઈ ચૂક્યો હોવાનું પણ તેના પત્રમાં કબૂલી ચૂક્યો છે અને તેના કારણે પ્રવીણ માત્ર દબાણ મુદ્દે જ નહીં માનસિક રોગી હોવાના મુદ્દે પણ સભ્ય તરીકે ગેરલાએક ઠરે છે કારણકે માનસિક રોગી સભ્પંય પંચાયતના કોઈપણ ઠરાવોમાં કે જેમાં મત લેવો પડે તેવી પરિસ્થિતિમાં પોતાનો મત આપી શકે નહીં. તેથી અવિશ્વાસના પ્રસ્તાવમાં પણ પ્રવીણનો મત આપોઆપ ઠરાવી શકાય અને માનસિક રોગ ધરાવતા સભ્યોને ગેરલાયક ઠરાવવાની પણ જોગવાઈ હોય છે. પ્રવીણ દ્વારા થયેલી ડોક્ટરની મુલાકાત અને તેનું સમગ્ર લખાણ અને તેના છેલ્લા લાંબા સમયથી પોતાની દુકાને રહીને જેને તેના વિશે ગેરહાજરીમાં અમુક મંતવ્યો આડેધડ વ્યક્ત કરવાનું વર્તન પણ એ વાતનો પુરાવો છે કે તે માનસિક રીતે રોગી જ છે.
પરંતુ આ ઉપરાંત નવા રતનપરમાં ચર્ચાનો વિષય એ પણ બની ગયો છે કે પ્રવીણ તો અનેક એંગલથી ગેરલાયક છે જ પરંતુ પ્રવીણ પછીના ક્રમે જેને ગેરલાયક સાબિત કરવા માટે સરપંચ ગૌતમ બારૈયા વેરિફિકેશન પ્રોસેસ કરી રહ્યા છે તે મહિલા પંચાયત સદસ્ય કોણ છે?









