ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ભાવનગર તાલુકાના નવારતનપર ગામમાં સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી છે. આજે સવારે ગામની સડક સાઇડે નવો નખાયેલો વીજ સ્તંભ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તંત્રની ઘોર બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે સ્થાનિક સામાજિક કાર્યકર બટુક જેઠવાએ છેક ગાંધીનગર સુધી લેખિત રજૂઆત કરી નબળી ગુણવત્તા વાળા થાંભલાનું કામ અટકાવવાની માંગ કરી છે.



ભરચક રોડ પાસે વીજ થાંભલો પડતા સ્કૂટરનો કચ્ચરઘાણ
પ્રાપ્ત વિગતો અનુસાર, ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યાના અરસામાં નવારતનપર ગામને જોડતા મુખ્ય માર્ગ પર સ્ટીટ લાઈટ માટે ઉભો કરાયેલો એક નવો થાંભલો અચાનક તૂટી પડ્યો હતો. તે સમયે ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ સ્તંભ નીચે પાર્ક કરેલું એક બાઈક (સ્કૂટર) દબાઈ જતાં તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. નુકસાનગ્રસ્ત થયેલું બાઈક નવા રતનપર ના સાજણ નાગજીભાઈ ભરવાડનું હોવાનું જાણવા મળ્યું છે. સાજન ભાઈએ જણાવ્યું કે સરપંચ ગૌતમ બારૈયા કોન્ટ્રાક્ટર પાસેથી બાઈકની નુકસાનીનું વળતર આપશે તેવું વચન આપવામાં આવ્યું છે. મતલબ કે આ અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, જો આ થાંભલો કોઈ રાહદારી કે રમી રહેલા બાળકો પર પડ્યો હોત તો મોટી જાનહાનિ નિશ્ચિત હતી. થાંભલો પડતાની સાથે જ તેના ચાર કટકા થઈ ગયા હતા, જે તેની અત્યંત નબળી ગુણવત્તાની સાક્ષી પૂરે છે. બીજી તરફ એ પણ જાણવા મળી રહ્યું છે કે આ ઘટના વીજળીનો થાંભલો જમીનમાં ખોડાઈ ગયા પછી રસી પડવાની ઘટના બની હતી એનો મતલબ એ પણ થયો કે કોન્ટ્રાક્ટર અને સરપંચ જે થાંભલા ખોડવાની કામગીરી કેટલી ગુણવત્તાવાળી થઈ રહી છે તેનું પણ નિરીક્ષણ કરતા નથી. કોન્ટ્રાક્ટરને માત્ર પૈસા ઉપજાવવામાં જ રસ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. pgvcl ની પણ આ ગોરબેદરકારી ગણી શકાય. બટુક જેઠવા એ આ અંગે પીજીવીસીએલને રજૂઆત કરવાને બદલે પંચાયતથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે તે બરોબર છે કારણ કે જો પીજીવીસીએલને રજૂઆત કરવામાં આવે તો પીજીવીસીએલ તો પોતાનો બચાવો જ કરે. તેથી ઉચ્ચ સ્થાનેથી આ બાબતની તપાસ થાય તો જ શક્ય બહાર આવે અને યોગ્ય પગલા લેવાય. પીજીવીસીએલને આ રજૂઆત કરવાનો કોઈ મતલબ નહીં હોવાનું તજજ્ઞો જણાવી રહ્યા છે.



તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો
નવારતનપરના જાણીતા સામાજિક કાર્યકર બટુકભાઈ જેઠવાએ આ ઘટનાને તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત ગણાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા વધુ નફો મેળવવા માટે અત્યંત હલકી કક્ષાના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગામના બસ સ્ટેશનથી લઈને સ્મશાન સુધી જે ટ્રીક લાઈટ ની વ્યવસ્થા થઈ રહી છે તેમાં નવા થાંભલા નાખવામાં આવ્યા છે, તે તમામ ભયજનક સ્થિતિમાં હોઈ શકે છે. જો આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો ભવિષ્યમાં નિર્દોષ ગ્રામજનોએ જીવ ગુમાવવાનો વારો આવી શકે છે.



તલાટી મંત્રીએ અરજી સ્વીકારવાનો ઈનકાર કર્યો
આ ગંભીર મામલે જ્યારે બટુકભાઈ જેઠવા ગ્રામ પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા, ત્યારે આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરપંચ ગૌતમ બારૈયા અને તલાટી કમ મંત્રી દલસુખ જાની કાયદાકીય ગુંચવણમાં ફસાઈ જવાની બીકે અરજી સ્વીકારવા તૈયાર નહોતા. પંચાયતના જવાબદાર હોદ્દેદાર તરીકે તલાટીની ફરજ અરજી સ્વીકારવાની હોય છે, છતાં તેમણે મચક ન આપતા આખરે આ અરજી ઉપસરપંચ ધર્મેશભાઈ બારૈયાને હાથો-હાથ સોંપવામાં આવી હતી. તંત્રના આવા વલણથી ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જોકે “ધ ગ્રેટ વર્લ્ડ” સાથેની વાતચીતમાં તલાટી મંત્રી દલસુખ જાનીએ સ્પષ્ટતા કરી છે કે અલ્ટીમેટલી આ મામલો pgvcl નો હોવાથી તેમણે આ અરજી હાથ ધરી ન હતી. જોકે વાસ્તવમાં આ નવા રતનપર ગામના લોકો માટે કામ થતું હોવાથી તેના પર લોકોના પ્રતિનિધિ તરીકે સરપંચની ફરજ છે કે આ કામ કેવી ગુણવત્તા વાળું થઈ રહ્યું છે તેની તપાસ પણ કરે તેથી પંચાયતનું કામ થતું હોવાથી આ અરજી પંચાયતને આપવાપાત્ર ઠરે પણ છે. કામનું મોનિટરિંગ કરવાની જવાબદારી પંચાયતની હોય જ છે એવા મુદ્દે સરપંચ ગૌતમ બારૈયાને પૂછતા તેમણે જણાવ્યું કે પોતે આ અંગે પીજીવીસીએલને અલગથી જાણ કરશે અને તેની ફરિયાદ પણ કરશે અને જરૂરી પગલાં લેવડાવશે. ગામના લોકોને જોખમમાં મૂકે તેવું કોઈ જ પ્રકારનું કામ થવા દેશે નહીં તેમ ગૌતમ બારૈયાએ સરપંચ તરીકે વધુમાં જણાવ્યું હતું.

મુખ્યમંત્રી સુધી પહોંચી રજૂઆત: થાંભલાની ગુણવત્તાની તપાસ સહિતની માંગ
બટુકભાઈ જેઠવાએ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ આ ગંભીર બેદરકારી અંગે ગુજરાતના મુખ્યમંત્રી, ભાવનગર કલેક્ટર, ડી.ડી.ઓ. અને ટી.ડી.ઓ. ને લેખિતમાં રજૂઆત કરી છે. તેમની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે:
- રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા થાંભલાઓની ગુણવત્તાની તકનીકી તપાસ કરવામાં આવે.
- જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય અને રિપોર્ટ પોઝિટિવ ન આવે, ત્યાં સુધી થાંભલા નાખવાનું કામ તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે.
- જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની રહેમનજર હેઠળ આ નબળું કામ થયું છે, તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
- ગામના જાહેર સ્થળોએ રહેલા તમામ નવા સ્તંભોને ‘ભયમુક્ત’ જાહેર કરવામાં આવે.
લોકહિતમાં કામ અટકાવવા મક્કમ નિર્ધાર
હાલમાં નવારતનપર ગામમાં ફફડાટનો માહોલ છે. ગ્રામજનોનું કહેવું છે કે, “અમને સુવિધા જોઈએ છે, પણ મોતની કિંમતે નહીં.” સામાજિક કાર્યકરે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ કામ અત્યારે જ અટકાવવામાં નહીં આવે અને તપાસ નહીં થાય, તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ તંત્ર આ મામલે કેટલી ઝડપથી તપાસના આદેશ આપે છે.
