નવારતનપરમાં સ્ટ્રીટ લાઈટ સુવિધા માટે વીજસ્તંભ ઊભા કરવા સહિતની PGVCLની કામગીરી શરૂ: રૂ. 5 લાખના ખર્ચે અઠવાડિયામાં ઝળહળતું થશે ગામ: વિકાસના એક પછી કામો કરવા સરપંચ ગૌતમ બારૈયાને ભારે હોંશ અને ઉત્સાહ

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપર
ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં નવા સરપંચ ગૌતમ બારૈયા એક પછી એક અનેક વિકાસના કામો કરવા માટે કટિબદ્ધ થયા છે ત્યારે ગામના લગભગ 50 જેટલા થાંભલાઓ પર એલ ઈ ડી ફીટ કરવા માટેની કામગીરી પંચાયત દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને જીઈબીના માણસો તે અત્યાર સુધીમાં લગભગ ૨૦ જેટલા થાંભલા પર સ્ટ્રીટલાઇટ સ્ટેન્ડ ફીટ કરી દીધા છે. આગામી થોડા જ દિવસોમાં નવારતનપર ગામની શેરીઓ આધુનિક અને અત્યાર સુધી ગામમાં જોવામાં ન આવી હોય તેવી સ્ટ્રીટ લાઈટથી ઝળહળતી થશે. બસ સ્ટેશનથી નવા પ્લોટ ને જોડતા થાંભલા નાખવાની પણ આજે શરૂઆત થઈ ગઈ છે


પંચાયત સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર નવારતનપર ગ્રામ પંચાયત દ્વારા સરપંચ ગૌતમ બારૈયા દ્વારા વિકાસના અનેક કામો એક પછી એક હાથ ધરાઈ રહ્યા છે ત્યારે અગાઉના સરપંચ જગદીશ બારૈયાના સમયમાં જેની પ્રપોઝલ મૂકવામાં આવી હતી અને જે પ્રપોઝલ નવારતનપરના તાલુકા પંચાયત સદસ્ય દ્વારા પણ રેકમેન્ડ કરવામાં આવી હતી તે સ્ટ્રીટ લાઇટના પ્લાનનું અમલીકરણ આગામી થોડા જ દિવસમાં થશે અને નવારતનપરની શેરીઓ સ્ટ્રીટ લાઇટથી ઝળહળાટ સાથે નવું રૂપ ધારણ કરશે.


સરપંચ ગૌતમ બારૈયાએ વધુમાં જણાવ્યું કે આ આયોજન હવે માત્ર થોડા જ દિવસોમાં મૂર્તિમંત થશે. આ કાર્ય માટે જે પાંચ લાખનું બજેટ છે તેમાંથી તાજેતરમાં જ ₹ 4 લાખ પીજીવીસીએલને એડવાન્સ ચૂકવી દેવામાં આવ્યા છે અને પીજીવીસીએલ દ્વારા થોડા જ દિવસોમાં ગામમાં સ્ટ્રીટ લાઇટ માટેનું સ્પેશિયલ વાયરીંગ અને અન્ય સેટઅપનું કામ શરુ થઈ ગયું છે. અત્યાર સુધીમાં 20 જેટલા થાંભલા નું સેટઅપ થઈ ગયું છે અને બાકીના થાંભલા ઉપર બે કે ત્રણ દિવસમાં કામગીરી પૂર્ણ થઈ જાય તેમ દેખાઈ રહ્યું છે. બધું જ ગણતરી પ્રમાણે સમોસૂત્રો પાર ઉતરે તો એમ કહી શકાય કે લગભગ એકાદ અઠવાડિયાના સમયગાળામાં નવા રતનપરમાં લાઈટો ઝળહળતીથઈ જશે.


સ્પેશિયલ વાયરીંગ કરાયા બાદ નવા રતનપર ગ્રામ પંચાયતને તેનું મીટર પણ ફાળવશે અને આ સુવિધા માટે નવા રતનપર ગ્રામ પંચાયત તેનું રેગ્યુલર બીલ પણ પીજીવીસીએલને ચૂકવશે. અત્યારે જીઇબીની કામગીરી સેમીટરીથી શરૂ કરવામાં આવી છે અને તે છેક બસ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવશે. બસ સ્ટેશનથી પ્લોટ વિસ્તાર સુધી જોડતા 5 નવા થાંભલા નાખવાની કામગીરી પણ આજે 26 જાન્યુઆરીની પૂર્વ દિવસે શરૂ થઈ ગઈ છે અને વહેલી તકે પૂર્ણ થશે. એટલે આ સુવિધા કાર્યરત થતાં મોડી રાત્રે પણ બસ સ્ટેશનથી ઉતરેલો ગ્રામજન અજવાળે અજવાળે પોતાના ઘર સુધી પહોંચી શકશે. રાત્રિના શેરીઓમાં સતત અજવાળું રહેવાને કારણે ચોરી જેવા દૂષણો પણ ઘટશે.
સરપંચ બારૈયા એ વધુમાં એમ પણ કહ્યું કે સંભવતઃ આ સુવિધા વધવાને કારણે ગ્રામ પંચાયત ગામ લોકોના વેરામાં વધારો કરવાનું પણ વિચારી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *