Headlines

નવારતનપર પંચાયતની સાધારણ સભામાં મેં બ્લોકની કામગીરીનો વિરોધ કર્યો નથી પણ હવે કરવાનો છું: અલ્પેશ બારૈયા

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપર
ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં પંચાયત દ્વારા નાખવામાં આવેલ બ્લોક ની કામગીરી અંગે કેટલાક વિકાસ વિરોધી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સરપંચ આ મામલે કન્ફ્યુઝ છે અને બ્લોક મુદ્દે વાત આવતા કેટલીક ભૂલ પણ કરી બેસે છે. તાજેતરમાં ગ્રામ પંચાયતમાં મળેલી એક સાધારણ સભામાં બ્લોકની કામગીરી અંગે સરપંચે બ્લોક નો વિરોધ કરનાર અને દર્પણ કરનારની એક યાદી “ધ ગ્રેટ વર્લ્ડ”ને આપવામાં આવતા તેમાં પોતાનું નામ બ્લોકનો વિરોધ કરનાર લોકોની યાદીમાં આવતા ઉપસરપંચ ધર્મેશ બારૈયાના ભાઈ અને જાણીતા સમાજ સેવક અલ્પેશ બારૈયાએ સ્પષ્ટતા કરી છે કે સરપંચે પોતાનું નામ એકદમ ખોટી રીતે બ્લોકનો વિરોધ કરનાર લોકોની યાદીમાં મૂક્યું છે.
ધ ગ્રેટ વર્લ્ડ સાથેની વાતચીતમાં જાણીતા એન્જિનિયર અલ્પેશ બારૈયાએ જણાવ્યું કે સાધારણ સભા વખતે હું પંચાયત ઓફિસે ગયો હતો પરંતુ સરપંચે મને સાધારણ સભામાં બેસવાની ના પાડી હતી. તેમણે મને જણાવ્યું હતું કે સાધારણ સભામાં માત્ર પંચાયતના સભ્યો જ બેસી શકશે. તેથી હું સાધારણ સભામાં બેઠો ન હતો. જો હું સાધારણ સભામાં બેઠો જ ન હોઉં તો મારું નામ સરપંચ બ્લોકનો વિરોધ કરનાર લોકોની યાદીમાં કઈ રીતે મૂકી શકે? જે વ્યક્તિ હાજર જ ન હોય તે વ્યક્તિ વિરોધ કઈ રીતે કરી શકે? એટલે મારી સ્પષ્ટતા છે કે મેં સાધારણ સભામાં બ્લોકનો વિરોધ કર્યો નથી. વળી હું સભ્ય ન હોવા છતાં વિરોધ કરનારની યાદીમાં મારું નામ મૂક્યું છે તો સભ્ય ન હોય અને બ્લોકનો વિરોધ કરતા હોય તેવા લોકો પણ ગામમાં મોટી સંખ્યામાં છે તો એ બધાના નામ મારી સાથે કેમ નથી? આ પણ એક પ્રશ્ન છે. ટૂંકમાં અમે બ્લોકની કામગીરીનો વિરોધ કર્યો નથી પરંતુ તેમાં ખોટું થયું છે એની મને ખબર છે અને જરૂર પડ્યે હું વિરોધ કરીશ.

આ અંગે “ધ ગ્રેટ વર્લ્ડ” દ્વારા સરપંચ પાસે સ્પષ્ટતા માંગવામાં આવતા તેમણે કહ્યું કે અલ્પેશ બારૈયા ગ્રામ પંચાયતના સભ્યો ન હોવાથી તેમને બહાર રહેવાનું કહેવામાં આવ્યું હતું અને તેઓ બહાર રહ્યા હતા તે વાત પણ સાચી અને સારી છે પરંતુ તેમણે સાધારણ સભાના દિવસે પંચાયત કચેરીમાં બ્લોકની કામગીરીનો વિરોધ કર્યો હતો તેથી તેમનું નામ વિરોધ કરનારની યાદીમાં લેવામાં આવ્યું છે. તેણે વિરોધ કર્યો જ છે એ બાબતને સાબિત કરતા પુરાવા પણ મારી પાસે છે અને જરૂર પડશે ત્યારે હું એ રિલીઝ કરીશ. વળી સાધારણ સભાના દિવસે પંચાયત કચેરીમાં આવીને અલ્પેશ બારૈયા સિવાય બીજા કોઈ અસભ્ય વ્યક્તિએ આવીને વિરુદ્ધ ન કર્યો હતો તેથી મેં માત્ર અલ્પેશભાઈ એનું નામ દર્શાવ્યું છે અને તેમાં કંઈ ખોટું નથી. વળી લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને અમે જે તે સ્થાન પર બ્લોક નાખ્યા છે તે પણ નિયમ અનુસાર જ નાખ્યા છે અને તેમાં પણ કંઈ ખોટું નથી. જરૂર પડશે અને અનુકૂળતા હશે તો આ વિસ્તારમાં બીજા બ્લોક નાખવાની કામગીરી પણ પંચાયત કરશે.
જોકે ગ્રામજનો પૂછી રહ્યા છે કે આ વિવાદનો અંત ક્યારે અને વિકાસના બીજા કામો ક્યારે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *