નવા રતનપર ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ દ્વારા રોજ ઉજવાતી “મન-તેરસ”: નિયમોને નેવે મૂકીને મન ફાવે તેમ ગ્રાન્ટો વાપરવાના આયોજનો

નારન બારૈયા નવા રતનપર
ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં ચૂંટણી બાદ તાજેતરમાં નવી ચૂંટાયેલી ગ્રામ પંચાયત બોડીમાં સરપંચ અને ઉપસરપંચ દ્વારા રોજે રોજ “મન તેરસ” ઉજવાઇ રહી છે એટલે કે જે નિયમો છે તેનું ઉલ્લંઘન કરીને ગ્રાન્ટનો ઉપયોગ થઈ રહ્યો હોવાની ચર્ચા એ ગામમાં જોર પકડ્યું છે. જે ગ્રાન્ટ જ્યા વપરાવી જોઈએ ત્યાં વાપરવાને બદલે તેનો ગેર ઉપયોગ કરવાના પ્લાનિંગ ચાલી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સરપંચ અને ઉપસરપંચ બારૈયા દ્વારા લેવાઈ રહેલા નિર્ણયોનો ગામમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો છે. જાણવા મળી રહ્યું છે કે સરપંચ અને ઉપસરપંચ પોતાની રીતે નિર્ણયો લેવાની બદલે કોઈ બીજાના જ ઈશારે નાચી રહ્યા છે. ગ્રામ પંચાયતના સભ્યો પણ આ બાબતનો વિરોધ કરવો જોઈએ તેના બદલે સરપંચ અને ઉપસરપંચ સહકાર આપી રહ્યા હોવાને કારણે પંચાયત બોડી સામે મોટા પાયે વિરોધ વધી રહ્યો છે. કોઈ પોતાના ભાઈના ઇશારે તો કોઈ બીજાના ઇશારે નાચી રહ્યા છે. ભુવા ભરાડી ટાઈપના અંધશ્રદ્ધા ફેલાવનારા તત્વો પણ પંચાયતને નચાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં પંચાયત સંદર્ભે બહુ જ મોટી નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. સરપંચ પોતાની રીતે નિર્ણયો લેવાને બદલે બીજાનું પ્યાદુ બનીને કામ કરી રહ્યા હોવાનું સમજાઈ રહ્યું છે. ગ્રામ પંચાયતને સરપંચના બદલે કેટલાક સ્થાપિત હિતો કબજે કરીને બેઠા હોવાને કારણે પરિસ્થિતિ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હોવાની ચર્ચા થઈ રહી છે. થોડા જ દિવસોમાં નવા રતન પરના રાજકારણમાં મોટા કડાકા-ભડાકા થવાની સંભાવના સર્જાઇ ચૂકી હોવાનું સમજાવવા પામે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *