પહેલગામ આતંકવાદી હુમલાને વખોડતા ખંભાળિયા સુન્ની મુસ્લિમ જમાત: કડક પગલાની માંગ

– જિલ્લા કલેક્ટરને અપાયું આવેદનપત્ર –

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫

       કાશ્મીરના પહેલગામમાં ગત તારીખ 22 એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં અનેક નિર્દોષ પ્રવાસીઓના જીવ ગયા છે. આટલું જ નહીં, અનેક લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા છે. આ ઘાતકી કૃત્યને ખંભાળિયાના સમસ્ત સુની મુસ્લિમ જમાતના લોકોએ સખત શબ્દોમાં વખોડીને વિરોધ કર્યો છે. 

       આના અનુસંધાને આજરોજ અહીંના સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનો, હોદ્દેદારોએ અહીંના જિલ્લા કલેકટરને એક લેખિત આવેદનપત્ર પાઠવી અને સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ વતી દુઃખની લાગણી વ્યક્ત કરી છે. આ ઉપરાંત મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી અને આ ગુનાના અપરાધીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ આ પત્રમાં કરવામાં આવી છે.

       અહીંના સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ હુશેનભાઈ ભોકલ તેમજ ઉપપ્રમુખ યાકુબબાપુ બુખારી સહિતના આગેવાનોએ આ આવેદનપત્ર પાઠવ્યું હતું.

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *