મુકેશ પંડિત, પાલીતાણા
પાલિતાણા સ્થિત શ્રી સતુઆબાબા વિદ્યાસંકુલ ખાતે સુદર્શન નેત્રાલય, અમરેલીના સહયોગથી નેત્ર નિદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞમાં સંસ્થાના પ્રમુખ ગીરીશભાઈ ગોધાણી અને ભીમજીભાઇ જસાણીએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં પાલિતાણાના વિવિધ ક્ષેત્રના નામાંકિત અગ્રણીઓ, સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાના કર્મચારીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ શિબિરમાં જૂના ૬૯ દર્દીઓની પુનઃ તપાસ સાથે નવા ૨૨૭ દર્દીઓ (૮૪ ભાઈઓ અને ૧૩૩ બહેનો) ના આંખના મોતિયા અને વેલની બીમારીનું સચોટ નિદાન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ અને સ્થાનિક વિસ્તારના જરૂરિયાતમંદ લોકો માટે આ શિબિર આશીર્વાદરૂપ સાબિત થઈ હતી. સંસ્થા દ્વારા હાથ ધરાયેલી આ માનવતાવાદી પ્રવૃત્તિને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી હતી.
