Saturday June 21, 2025

પોરબંદરના દરિયામાં બે બોટની ટક્કર: એક બોટને દસ લાખનું નુકસાન

વિશ્વ દર્શન નામની ફિશિંગ બોટનું દરિયામાં રીપેરીંગ ચાલી રહ્યું હતું ત્યારે બ્લુ અખીહાબારા નામની બોટ પૂરજોશથી આવીને અથડાઈ ગઈ

નવી બંદરથી 43 નોટિકલ માઈલ દૂર બનેલો બનાવ: અકસ્માત સર્જી નાસી ગયેલ બોટ ચાલકને શોધી રહેલી પોરબંદર પોલીસ

પોરબંદર
પોરબંદરના દરિયામાં નવી બંદરથી 43 નોટિકલ માઈલ દૂર એક બોટના મશીનમાં ફોલ્ટ સર્જાતા તેના રીપેરીંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે બીજી એક બોટના ચાલકે પૂર ઝડપે આવી રીપેર થઈ રહેલી બોટ સાથે ટક્કર કરી દઈ તે બોટને તેના સરસ સામાન સહિત લગભગ 8 થી 10 લાખનું નુકસાન કર્યું હતું. અકસ્માત સર્જનાર અજાણ્યા બોટચાલક સામે ગુનો દાખલ થયો છે. પોલીસને અત્યારે માત્ર અકસ્માત સર્જનાર શીપનું નામ મળ્યું છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે કાન્તીભાઇ જીવાભાઇ શિયાળ (ઉવ.૪૫ ધંધો- માછીમારી રહે- ખારવા વિસ્તાર સમાજના ચોરા પાસે, નવાબંદર ગામ તા.ઉના જી.ગીર સોમનાથ)એ બ્લુ અખીહાબારા નામની શીપના ચાલક (જેનુ નામ નમુદ નથી) સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર ફરીયાદીની વિશ્વદર્શન ફીશીંગ બોટ (રજીસ્ટર નંબર આઇ.એન.ડી જી.જે. ૧૪ એમ.એમ. ૧૯૦૫) દરીયામા પોઝીશન નંબર એન ૨૦૦૦૩૯૮૨ ઇ ૦૭૧૧૮૭૪૩ પર બોટના મશીનમા ફોલ્ટ થતા મશીન રીપેર કરતા હતા તે દરમ્યાન બ્લુ અખીહબરા નામની શીપ વહાણ ના ચાલકે પોતાની શીપ બેદરકારીથી ચલાવી ફરીયાદીની બોટને ઠોકર મારી સર સામાન સહીત આશરે આઠ થી દશ લાખનુ નુકશાન કરી નાસી ગયો હતો. તા.૨૧/૧૨/૨૦૨૪ ના ૭/૦૦ થી 9/30 દરમ્યાન નવાબંદરથી તેતાળીસ નોટીલક માઇલ દુર દરીયામા બનેલી આ ઘટના અંગે નવી બંદર મરીન પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૨, ૩૨૪(૪) મુજબ ગુનો દાખલ થતાં પી.એસ.આઇ.પી.એસ ઝાલાએ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top