Headlines

પોરબંદરની ગુરુકુળ મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. અનુપમ નાગરે નેશનલ લેવલે ‘એસોસીએશન ઓફ ઇન્ડિયન કોલેજ પ્રિન્સિપલ્સ’ની કોન્ફરન્સમાં ભાગ લીધો

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

દાયકાઓથી શિક્ષણ અને સંસ્કાર માટે પ્રખ્યાત એવી ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. અનુપમ નાગર સાહેબે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે કૉલેજના પ્રિન્સીપાલ માટે યોજાયેલ નેશનલ કોન્ફરન્સ એટલે કે ‘એસોસીએશન ઓફ ઇન્ડિયન કોલેજ પ્રિન્સિપલ્સ’ (એ.આઈ.સી.પી.)ની ૨૮મી કોન્ફરન્સમાં ભાગ લીધેલ. આ કોન્ફરન્સ એચ. એ. કોલેજ ઓફ કોમર્સ એલિસબ્રિજ, અમદાવાદના નેજા હેઠળ યોજાયેલ. તેનો વિષય “વિકસિત ભારત 2047: હાર્નેસિંગ એજ્યુકેશનલ લીડરશીપ” રાખવામાં આવેલ. ડો. નાગર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંના એકમાત્ર પ્રિન્સિપલ છે કે જેઓએ આ કોન્ફરન્સમાં ભાગ લીધેલ અને યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરેલ. તેઓએ આ કોન્ફરન્સ અંતર્ગત ‘ માઈન્ડ વિધાઉટ ફીયર, એજ્યુકેશન વિધાઉટ બોર્ડર્સ: લીડરશીપ પાથવેઇઝ ટૂ એન ઇન્ક્લુઝિવ એન્ડ સસ્ટેઈનેબલ વિકસિત ભારત’ વિષય પર એક પેપર તૈયાર કરેલ. જેમાં તેઓએ રવીન્દ્રનાથ ટાગોરની નોબલ પ્રાઇઝ વિનિંગ બુક “ગીતાંજલિ”ની કવિતા ‘વેર ધ માઈન્ડ ઇસ વિધાઉટ ફિયર’ને ટાંકીને શિક્ષણ અને નેતૃત્વ વિશે વાત કરેલી. આ પેપર એ.આઈ.સી.પી.ની કોલેજ ન્યૂઝ નામની જર્નલમાં પણ પ્રકાશિત થયેલ. આ કોન્ફરન્સ દ્વારા તેઓએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરેલું અને સાથે સાથે કોલેજને તેમજ સંપૂર્ણ સૌરાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *