ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદરમાં કૃષ્ણ સુદામા ગ્રુપ દ્વારા મહાશિવ રાત્રીના પાવન દિવસે બિલેશ્વર મંદીરે દર્શન કરવા આવતા ભક્તોજનો માટે ફરાળી વિતરણ સેવા દેશ વિદેશ અને ગ્રુપના સેવાભાવી સભ્યોના આર્થીક સહયોગથી રાખવામાં આવેલ હતી. આજના ઉમદા સેવા કાર્યમા બિલેશ્વર મહાદેવ મંદિરના મહંત મહેશ ગીરી બાપુના હાથે ફરાળી મહાપ્રસાદ વિતરણ સેવા કાર્ય પ્રારંભ ગ્રુપના સેવા ભાવી સભ્યો સાથે કરવામાં આવ્યો હતો. વિશાળ સંખ્યામા ભકતજનોએ બિલેશ્વર મહાદેવના દર્શન કરી મહા પ્રસાદ લીધો હતો. આજના ઉમદા સેવાકાર્યમા મહંત મહેશ ગીરી બાપુ, મનસુખ ભાઈ ભોગાયાતા રંજન બેન પાઉં, જ્યોતીબેન આસોદીયા, હીતેશભાઈ સોની, પરાગભાઈ લાખાણી, કેતનભાઈ ગોટેચા, દીપક અર્જુન રાઠોડ, રમેશભાઈ દવે સેવા સહભાગી થયા હતા. ગૃપના સેવા ભાવી સભ્યો બિલેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
