Saturday June 21, 2025

પોરબંદરમાં કોલીખડા રોડ અને યુગાન્ડા રોડ પર બાઈક ચોરી

પોરબંદર
પોરબંદરના કમલાબાગ અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીની બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર એક ફરિયાદમાં દર્શનભાઇ અરુણભાઇ થાનકી (ઉ.વ.૨૮ ધંધો- પ્રા.નોકરી રહે,ધનલક્ષમી સોસાયટી શેરી નં.૩ સાર્વજનીક પ્લોટની સામે છાયા પોરબંદર)એ જણાવ્યા અનુસાર તેમનું સ્પ્લેન્ડર પ્લસ બાઈક નં.GJ-25-K-2018 કોઇ અજાણ્યા ઇસમ ચોરી કરી લઇ ગયા છે. તા.૬/૨/૨૦૨૫ કલાક ૧૯/૩૦ થી ૨૦/૩૦ દરમ્યાન યુગાન્ડા રોડ કુબેર કષ્ટભંજન એપાર્ટમેન્ટની સામે વડલા નીચેથી પોરબંદર ખાતે બનેલી આ ઘટના અંગે કમલાબાદ પોલીસમાં ગુનો દાખલ થતા પીએસઆઇ કે જે બલદાણીયા એ તપાસ હાથ ધરી છે. બાઈક ચોરીના વધુ એક બનાવવામાં અર્જુનભાઇ જેઠાભાઇ મારૂ (ઉ.વ.૩૨ ધંધો-મજુરી રહે. બખરલા વણકરવાસ)એ નોંધાવેલ ફરિયાદ અનુસાર તેમનું હીરો કંપનીનું કાળા કલરનું સ્પ્લેન્ડર બાઇક નં GJ 25 H 6078 કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયા છે. તા.૨૨/૧/૨૦૨૫ રાત્રીના ૦૦/૦૦ વાગ્યા થી આજદિન સુધી કોઈપણ સમયે પોરબંદર કોલીખડા રોડ, હમીર ખૂંટીની વાડી સામે જાહેર રોડ પર આવેલ ડેલા સામે બનેલી આ ઘટના અંગે ઉદ્યોગ નગર પોલીસમાં ગુનો દાખલ થતાં પીએસઆઇ એસઆર જાડેજાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top