Saturday June 21, 2025

પોરબંદરમાં જુબેલી ચાર રસ્તા પાસે બોખીરાના સાયકલ સવાર વૃદ્ધનું મોત

પોરબંદર
પોરબંદરમાં જુબેલી ચાર રસ્તા પાસે એક ટ્રકે સાયકલ સવાર આધેડને લેતા તેમનું મોત થયું છે. મરનારના પુત્ર એ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે ભાવેશ રમેશભાઇ ગોહેલ (ઉ.વ.૩૨ ધંધો:- પ્રા. નોકરી રહે. બોખીરા રીલાયન્સ પેટ્રોલપંપ પાછળ, સોલ્ટ રેસ્ટોરન્ટવાળી ગલીમાં, પોરબંદર)એ ટ્રક નં. GJ-11-W-3705ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર આરોપીએ પોતાનો ટ્રક જાહેર રોડ ઉપર પુર ઝડપે માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી અને ફરિયાદીના પિતા રમેશભાઇ રતનશીભાઇ ગોહલ પોતાની સાયકલ લઇને જતા હતા ત્યારે સાયકલ સાથે હડફેટે લઈ રોડ પર પછાડી દઇ શરીરે જીવલેણ ઈજાઓ પહોંચાડી મોત નીપજાવ્યું હતું.
તા.૧૬/૧/૨૦૨૫ના ૧૫/૦૦ વાગ્યાના અરસામાં પોરબંદરમાં જ્યુબેલી ચાર રસ્તા પર બનેલી આ ઘટના અંગે ઉદ્યોગ નગર પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 તથા 106-1 અને મોટર વિહિકલની એક્ટની કલમ ૧૮૩, ૧૮૪, ૧૭૭ મુજબ ગુનો દાખલ થતાં ઉદ્યોગ નગર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આર ચાવડાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top