પોરબંદરમાં ટુર પેકેજના નામે લોકોને 3.50 લાખના શીશામાં ઉતારનાર અમદાવાદની નેહાને લોકઅપમાં ઉતારતી એલસીબી

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદરમાં ૨૦૨૨ના વર્ષમાં કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની કંસાર હોટલના મીટીંગહોલમાં લોકોને ખોટા ટુર પેકેજની સ્કીમની લાલચ આપી છેતરપીડી કરવાના ગુનામાં છેલ્લા ૪ વર્ષથી લાલશાહીથી નાસતા ફરતા આરોપી બહેનને અમદાવાદ ખાતેથી પકડી પાડી પોરબંદર એલ.સી.બી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોરબંદરની કમલાબાગ પોલીસના છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલ આરોપી મહિલાની વિગત એવી છે કે આરોપીઓએ અગાઉથી નક્કી કર્યા મુજબ એમ જી રોડ પર આવેલ કંસાર નામની હોટલના મીટીંગ હોલમાં આ કામના ફરિયાદી તથા સાહેદોનો ટેલિફોનીક સંપર્ક કરી મીટીંગમાં બોલાવી ફરિયાદી તથા સાહેદોને ધ રોયલ રજીસ હોસ્પિટાલીટી નામની કંપનીના નામ પર ખોટી ઓલખ આપી, ખોટી સ્કીમ બનાવી, ફરિયાદી તથા સાહેદોનો ખોટા એગ્રીમેન્ટ બનાવી તેમના સહીઓ લઈ કેડીકાર્ડથી ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરી ફરિયાદી તથા સાહેદોની અલગ-અલગ રકમ મળી કુલ ૩,૫૦,૦૦૦/- ઓનલાઈન ટ્રાન્સફર કરી ફરિયાદી તથા સાહેદો સાથે છેતરપીડી કરી ગુનો કરેલ હોવાનો ગુનો રજી. થયેલ
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા (I.P.S.) તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા (I.P.S.) દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ સી બી પીઆઇ આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના H.C સલીમભાઈ પાઠણને ખાનગીરાહે હકિકત મળેલ કે, ઉપરોક્ત ગુનામાં લાલશાહીથી નાસતા ફરતા આરોપી નેહા લોઢા (રહે. અમદાવાદ) હાલ અમદાવાદ ખાતે હકિકત મળેલ હોય. જેથી ઉપરોક્ત હકિકત આધારે A.S.I ગોવિંદભાઈ મકવાણા તથા H.C સલીમભાઈ પાઠણ તથા જીતુભાઈ દાસા તથા કીર્તિમાનદિર પોસ્ટેના WPC કીર્તિબેન ઓડેદરાને મોકલતા આરોપી બહેન અમદાવાદ એરપોર્ટ સર્કલ પાસે આવેલ ઉમેદ હોટેલ ખાતે મળી આવી હતી. આરોપી નેહા ડો/ઓ રુપનારાયણ બીદાદીન લોધ (લોઢા) ઉ.વ.૨૪ રહે. રઘુકુલ સદન એપાર્ટમેન્ટ ફ્લેટ નં ૩૨૧ મીરા કુટી રોડ ગાંધીનગર રતલામ મધ્યપ્રદેશ હાલ વિઝલ વાઈબ્રન્ટ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. ૩૦૩ બ્લોક નં A ૨ મેટરા ચાંદખેડા અમદાવાદવાળીને ઉપરોક્ત ગુનાના પૂછપરછ અર્થે આગળ એલ સી બી. ઓફિસ ખાતે લઇ આવી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.
આ કામગીરીમાં LCB I/C પીઆઇ આર.કે.કાંબરીયા તથા A.S.I બઠકેભાઈ વિંજુડા, રાજેન્દ્રભાઈ જોશી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા, ઉદયભાઈ વરુ તથા H.C સલીમભાઈ પાઠણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમांशુભાઈ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેરા, જીતુભાઈ દાસા, વીરેન્દ્રસિંહ પરમાર તથા P.C નટવરભાઈ ઓડેરા, અજયભાઈ ચૌહાણ તથા ડૉ. H.C રોહિતભાઈ વસાવા તથા કીર્તિમાનદિર પોસ્ટેના WPC કીર્તિબેન ઓડેરા વિગેરે રોકાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *