Saturday June 21, 2025

પોરબંદરમાં બાઈક અડફેટે રેકડી ચાલક વૃદ્ધને ઈજા

પોરબંદર
પોરબંદરના જેકીભાઇ જયેન્દ્રભાઇ સામાણી (ઉ.વ.૩૬ ધંધો- દુકાન કપડાની રહે. નવો કુભારવાડો શેરી નં.૯)એ નોંધાવેલ એક ફરિયાદ અનુસાર તેમના રેકડી લઇ ખોડીયાર માતાજીના મંદિરે ધંધો કરવા જતા હતા તે દરમ્યાન આ કામેના આરોપી GJ-25-AE-4268 મોટર સાયકલ ચાલક ભાર્ગવ વિઝુંડાએ પોતાના કબ્જા હવાલાવાળી મોટર સાયકલ પુરઝડપે અને બેદરકારીથી માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીના પિતા જયેન્દ્રભાઇ લાલાજીભાઇ સામાણીને પાછળથી અડફેટે લઇ શરીરે તથા માથાના ભાગે ગભીર ઇજાઓ કરી તથા પડખાના ભાગે ફેકસર કરી ઇજાઓ કરી હતી. તા.૫/૨/૨૦૨૫ ના સવારના કલાક ૧૦/૦૦વાગ્યાનાં અરસામાં ગ્રાયત્રી મંદીર સામે જાહેર રોડ પર, પોરબંદર ખાતે બનેલી આ ઘટના અંગે 13 ફેબ્રુઆરીના રોજ ગુનો દાખલ થતાં ઉદ્યોગનગર હેડ કોન્સ્ટેબલ પીડી સરવૈયાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top