Saturday June 21, 2025

પોરબંદરમાં મંડપ સર્વિસના 20 બેરીકેડની ચોરી

પોરબંદર
પોરબંદરમાં નવી ખડપીઠ નજીક એક મંડપ સર્વિસના રૂ 8000 ની કિંમત ના 20 બેરીકેડની ચોરી થયાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં સામે આવી છે.
પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે હીતેશ પ્રફુલભાઇ જોષી (ઉ.વ.૩૨ ધંધો-મંડપ સર્વીસ રહે,બરડાઇ બોર્ડીંગ સામે જંડાળા પોરબંદર) એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર ફરીયાદીના મંડપ સર્વીસના માલ નાખવાના ગોડાઉનમાંથી રાતના સમયે લોખંડના બેરીકેટ નંગ ૨૦ કે જેની એક બેરીકેટની લંબાઇ ૧૦ ફુટ અને ઉંચાઇ ૨ ફુટના એક બેરીકેટની કિમત રૂ.૪૦૦/- લેખે કુલ ૨૦ બેરીકેટની કુલ કીમત રૂ; ૮૦૦૦/- ની કોઇ ચોર ઇસમો ચોરી કરી લઇ ગયા છે. તા.૨૫/૧/૨૦૨૫ કલાક ૨૦/૦૦ થી તા.૨૬/૧/૨૦૨૫ ૧૦/૦૦ વાગ્યા દરમ્યાન નવી ખડપીઠ ખાડીના કાઠે ગોડાઉનમા પોરબંદર ખાતે બનેલી આ ઘટના અંગે કમલાબાગ પોલીસમાં ગુનો દાખલ થતા પીએસઆઇ જેએલ જાડેજાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top