પોરબંદર
કલાનગરી પોરબંદરમાં ચિત્રકલાના વિકાસ અર્થે અવારનવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 8મી માર્ચ 2025
વિશ્વ મહિલા દિવસ અન્વયે પોરબંદર વિસ્તારના મહિલા ચિત્રકારો માટે એક ચિત્ર પ્રદર્શનનું આયોજન મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી પોરબંદર ખાતે કરવામાં આવશે. આ પ્રદર્શનમાં ભાગ લેનાર માટે આ પ્રદર્શન માટે કોઈપણ જાતની એન્ટ્રી ફી નથી. આ પ્રદર્શનમાં માત્ર સ્વ રચિત પેઇન્ટિંગ મૂકવાનું રહેશે. 18 વર્ષ તથા તેનાથી ઉપરની પોરબંદરની કોઈપણ મહિલા ચિત્રકાર પોતાની કૃતિ (પેઇન્ટિંગ) રજૂ કરી શકશે. આ પ્રદર્શનમાં મુકવા માટે તૈયાર કરેલ કૃતિ કોઈ પણ સાઇઝ કે માધ્યમમાં બનાવેલ હશે તે સ્વીકારવા માં આવશે. પ્રદર્શનમાં મુકવા માટે કૃતિનું ફ્રેમિંગ કરવું ફરજિયાત રહેશે ફ્લેમિંગ વગરનું પેઇન્ટિંગ પ્રદર્શન માટે અમાન્ય કરાશે. પ્રદર્શનમાં ભાગ લેવા માટે તારીખ 6.03.2025 સાંજે 8:00 વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પ્રદર્શનમાં કોઈપણ જાતના ફેરફાર આયોજક દ્વારા કરવામાં આવે તો બધાએ માન્ય રાખવાનું રહેશે.ભાગ લેનાર તમામ મહિલા ચિત્રકારોને સર્ટિફિકેટ એનાયત
કરવામાં આવશે. પ્રદર્શન માટે એન્ટ્રી તરીકે નામ રજીસ્ટ્રેશન માટે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ધારા જોશી સંપર્ક નં.9687829908 નંદિની કિશોર સંપર્ક:નં. 8200859164 નો સંપર્ક કરવો. તેમ બલરાજ પાડલીયા, પ્રેસિડેન્ટ
ઇનોવેટીવ આર્ટિસ્ટ ટ્રસ્ટ, પોરબંદર દ્વારા જણાવાયું છે.