પરમહંસો,નિરાધાર,અપંગ અંધ અને શ્રમિક બાળકોને દાબેલી છાશ સહિતનું મસ્ત નાસ્તો કરાવવામાં આવ્યો
પોરબંદર
સમય ગ્રુપ દ્વારા સમયાંતરે સેવા કાર્યો કરવામાં આવે છે
ગૌમાતા માટે ઘાસચારો તેમજ ખોળ ખવડાવવાની સેવા
પરમહંસોને બાલ દાઢી કરી સ્નાન કરાવીને નવા કપડાં પહેરાવી એટીકેટ તૈયાર કરવામાં આવે છે સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પાણીની સેવા કાર્યો કરવામાં આવે છે
સમય ગ્રુપના યુવાનો શહેરના અલગ અલગ વિસ્તારોમાં કે જ્યાં પરમહંસો નિરાધાર,અપંગ અંધ અને શ્રમિક બાળકો બેઠા હોય ત્યાં સમય ગ્રુપના સેવાભાવી યુવાનો નીકળી પડે છે માનવતા મહેકાવવા આ સેવાભાવિ યુવાનોએ આજે પરમહંસો પાસે રૂબરૂ જઈ પોતાના પરિવારના સભ્યો જેવી જ લાગણીથી તેઓની સાથે બેસી દાબેલીનો મસ્ત નાસ્તો કરાવીને છાશ પીવડાવીને અને પાણીની બોટલ પીવડાવીને માનવ સેવા એજ પ્રભુ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતુ
માનવ સેવાના કામ કરતી સંસ્થા એટલે સમય ગ્રુપ પોરબંદરની અંદર માનવ સેવા કરતી સંસ્થાની આ સેવા જોઈને પોરબંદર વિસ્તારમાં ખૂબ પ્રસંશા થઈ રહી છે અત્રે ઉલ્લખનીય છે સેવાયજ્ઞો યોજી અને માનવાતા મહેંકાવી છે
સમય ગ્રુપ દ્વારા નિસ્વાર્થ ભાવે સતત આવા અનેક સેવાનાં કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે, તેઓની આ અમૂલ્ય સેવાને જોઈ ઈશ્વર પણ ચોક્કસ રાજી થતા હશે અને આ તમામ મિત્રોને આશિર્વાદ વરસાવતા હશે.