Thursday August 07, 2025

પોરબંદરમાં 7 ચિત્રકારોનું પ્રદર્શન અર્જુન મોઢવાડિયાના હસ્તે ઉદધાટિત

નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શન તારીખ 14 તથા 15 સવારે 10 :00 થી 1.00 તથા બપોરે 4.00 થી 8:30 દરમિયાન ખૂલ્લું રહેશે

ગુજરાત લલિત કલા અકાદમીના સહયોગથી સંજય જાની, કપિલ બર્થક, ઉષા શાહ, દીક્ષિકા કાનીયા, વિવેક ખાસી, પ્રતીક્ષા જોષી તથા રેણુકા ચાંગાણીના 36 જેટલા ચિત્રો પ્રદર્શિત

પોરબંદર
કલાનગરી પોરબંદરમાં પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે 13મી ડિસેમ્બરના રોજ અનુભૂતિ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ, જામનગર, ગુજરાત લલિત કલા અકાદમીના આર્થિક સહયોગથી 7 આર્ટિસ્ટ સંજય જાની, કપિલ બર્થક, ઉષા શાહ, દીક્ષિકા કાનીયા, વિવેક ખાસી, પ્રતીક્ષા જોષી તથા રેણુકા ચાંગાણીના 36 જેટલા ચિત્રોના ચિત્ર પ્રદર્શનનું ઉદઘાટન પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીના વરદ હસ્તે તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકવા આવ્યું.

આ પ્રસંગે મુખ્ય મહેમાન ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણી, રોટરી ઇન્ટરનેશનલ પોરબંદરના પ્રમુખ દિવ્યેશ સોઢા તથા અનેક મહાનુભવો ઉપસ્થિત રહેલ. આ સાથે ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ ચિત્રકાર બલરાજ પાડલીયા, કમલ ગોસ્વામી,
શૈલેષ પરમાર,ધારા જોશી, કરશન ઓડોદરા,સમીર ઓડેદરા તથા ભાવિક જોશીએ સૌ આર્ટિસ્ટને શુભેચ્છાઓ પાઠવેલ. આ પ્રદર્શન પોરબંદરના કલાપ્રિય જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન ચંદ્રેશ કિશોરે તથા આભાર દર્શન દિનેશ પોરીયાએ કરેલ. પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા તથા પાલિકા ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ સૌ ચિત્રકરોને શુભેચ્છા પાઠવેલ. આ પ્રદર્શન તારીખ 14 તથા 15 સવારે 10 :00 થી 1.00 તથા બપોરે 4.00 થી 8:30 દરમિયાન ખૂલ્લું રહેશે. તેમ પોરબંદર ઇનોવેટિવ આર્ટિસ્ટ્સ ટ્રસ્ટના પ્રમુખ બલરાજ પાડલીયાએ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top