Saturday June 21, 2025

પોરબંદરમાં HC3 સ્કૂલ દ્વારા માર્ગ સલામતી કાર્યક્રમ યોજાયો

ટ્રાફિક પોલીસ તથા JCI એ બાળકોને બિરદાવ્યા
પોરબંદર
હાલ સમગ્ર ગુજરાતમાં રોડ સેફટી મંથ ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે પોરબંદરમાં પણ પોરબંદર પોલીસ અને JCI પોરબંદર દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે.

માર્ગ સલામતી બાબતે લોક જાગૃતિ લાવવા પોરબંદરની HC3 સ્કૂલ દ્વારા પોરબંદરના જુના ફુવારા સર્કલ પાસે જન જાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં સ્કૂલના બાળકોએ રોડ સેફટીની થીમ પર બેનર પોસ્ટરો તૈયાર કરી લોકોને માર્ગ સલામતી બાબતે સંદેશો આપ્યો હતો.
સ્કૂલના નાનાં નાનાં ભૂલકાઓએ ટ્રાફિક પોલીસ બનીને રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને હાથના ઇશારાથી ટ્રાફીકના સંકેતો આપતા રોડ પરથી પસાર થતા વાહન ચાલકો પણ બાળકોને જોઈને થોડી વાર માટે પોતાના વાહનો ધીમા પાડીને બાળકોને રિસ્પોન્સ આપી રહયા હતા.
રોડ સેફટીના આ કાર્યક્રમમાં ટ્રાફિક પીએસઆઇ કે.બી.ચૌહાણ, પીએસઆઇ કે.એન.અઘેરા, જેસીઆઈ પ્રમુખ રાધેશ દાસાણી, સમીર ધોયડા, પ્રતીક લાખાણી, ધૈવત વિઠલાણી, તુષાર એરડા, જય કાનાણી, અંકિત દતાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન HC3 સ્કૂલના ટ્રસ્ટી રાજ રાયચુરા, જાનકી હિંડોચા અને કેતન હિંડોચા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. જેસીઆઈ અને ટ્રાફિક પોલીસે બાળકો દ્વારા કરવામાં આવેલ આ ઇનોવેટિવ કાર્યક્રમ બદલ બિરદાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top