પોરબંદર જિલ્લામાં તા.૨૫ જાન્યુઆરી સુધી માવઠાની આગાહી

બાગાયતી અને રવિ પાકોની જાળવણી માટે કૃષિ વિભાગની માર્ગદર્શિકા

પોરબંદર, તા.૨૨:
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તા. ૨૫-૧-૨૬ સુધીમાં પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ (માવઠું) થવાની શક્યતા છે. આ વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે ખાસ કરીને આંબાના પાકમાં ભૂકીછારો, કાલવ્રણ જેવી ફૂગજન્ય બીમારીઓ, મોર (ફૂલ) ખરી પડવા, પરાગનયનની ક્રિયામાં અવરોધ અને મધિયાનો ઉપદ્રવ વધવાની ભીતિ રહેલી છે. આથી, વાતાવરણ ચોખ્ખું થયા બાદ તુરંત જ ખેડૂતોને આંબામાં કાર્બેન્ડાઈજીમ ૧૨% ws+ મેન્કોજેબ ૬૩% અથવા
WS (૩૦-૪૦ ગ્રામ/૧૦ લિટર પાણી માં), હેકજાકોનાજોલ પ% EC (૧૦ થી ૧૫ મીલી/ ૧૦ લિટર પાણી માં) દવાનો છંટકાવ કરવો. જીવાત ના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રિડ (૧૭.૮ SL ૩ થી ૪ મીલી/ ૧૦ લિટર પાણીમાં) અથવા થાયોમીથોકજામ ૨૫% WG (૪ ગ્રામ/ ૧૦ લિટર પાણી માં), સાથે સાથે વરસાદી વાતાવરણના લીધે સ્ટીકર (૫ મીલી/ ૧૦ લિટર પાણી માં) નો ખાસ ઉપયોગ કરવો. જો મોર પર કાળી ફુગ જોવા મળે તો સ્ટ્રેપટોસાયક્લિન (૧ થી ૨ ગ્રામ/ ૧૦ લિટર પાણી માં) છંટકાવ કરવો જેથી બેકટેરીયા થી થતા રોગો પણ અટકાવી શકાય. તથા નાઇટ્રોજન યુક્ત ખાતરનો ઉપયોગ ટાળવો જોઇએ.

પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો માટે ફુગજન્ય રોગો માટે ખાટી છાસ નો (૩-૪ લીટર/ ૧૦૦ લિટર પાણી માં). અને જીવાત માટે નિમાસ્ત્ર (૩ થી ૪ લીટર/૧૦૦ લીટર પાણીમાં) નો ઉપયોગ કરવો જોઇએ.

ધાણા અને જીરુ ની ખેતી કરતા ખેડુતોએ ધાણામાં વાદળછાયું વાતાવરણના લીધે ફુગજન્ય રોગોના નિયંત્રણ માટે મેન્કોજેબ ૬૩% WS ૨૦-૨૫ ગ્રામ/૧૦ લિટર પાણીમાં) અને ચુસિયા પ્રકારની જીવાતો માટે થાયોમીથોકજામ ૨૫% WG (૪ ગ્રામ/ ૧૦ લિટર પાણીમાં) અથવા એસીટામાપ્રિડ (૫ ગ્રામ/૧૦ લિટર પાણીમાં) અને સાથે સાથે વરસાદી વાતાવરણના લીધે સ્ટીકર (૫ મીલી/ ૧૦ લિટર પાણીમાં)નો ખાસ ઉપયોગ કરવો કરીને છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવી છે. અને શાકભાજીના પાકોમાં ચુસિયા પ્રકારની જીવાતના ઉપદ્રવ માટે ઇમિડાક્લોપ્રિડ (૧૭.૮ SL ૩ થી ૪ મીલી/ ૧૦ લિટર પાણીમાં) છંટકાવ ભલામણ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *