Saturday June 21, 2025

પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર બે બાઈકની ટક્કર: એક યુવકનું મોત

પોરબંદર
પોરબંદરના રમેશભાઇ બોરે ગોવડા (ઉ.વ.૫૨ ધંધો:- કેટરીંગ રહે. જુરી બાગ શેરી નં.૦૮ પોરબંદર)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે બાઈક નંબર GJ-10- DG-0348ના ચાલકે પોતાનું વાહન જાહેર રોડ ઉપર પુર ઝડપે માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી અને ફરિયાદીના બાઇક નં.GJ-25-AB-4851ને પાછળથી હડફેટે લઈ અકસ્માત કરી ફરિયાદીને ડાબા પગમાં ઘુંટી ઉપર ઇજા પહોંચાડી અને ફરીયાદી સાથે રહેલ યશ વિષ્ણુભાઇ ચૌહાણ (ઉ.વ.૨૧ રહે. લક્ષ્મીનગર પોરબંદર)ને માથાના ભાગે તથા શરીરે જીવલેણ ઈજાઓ પહોચાડી મોત નીપજાવ્યું હતું. તા.૧૮/૧/૨૦૨૫ના ૧૬/૦૦ વાગ્યાના અરશામાં જવાહર નવોદય વિદ્યોલય સામે પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે પર બનેલી આ ઘટના અંગે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસમાં ગુનો દાખલ થતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આર ચાવડાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top